મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: તબિયત સારી : હોમ ક્વારન્ટાઈન

તેઓના પત્ની ઉષા નાયડુંનો કોરોના રિપોર્ટ નેગેટિવ

 

નવી દિલ્હી : દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સવારે તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેમની તબિયત હાલમાં સારી છે અને તેમને હોમ ક્વારન્ટાઈન કરવામા આવ્યા છે. ઉપરાંત તેમના પત્ની ઉષા નાયડુંનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે.

(10:00 pm IST)