મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FTIIના નવા અધ્યક્ષ બન્યા શેખરકપુર

શેખર કપુરે બોલિવૂડ જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ સ્તરે પોતાની ખાસ ઓળખ બનાવી છે

મુંબઈ : જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શેખર કપુરને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FTIIના નવા અધ્યક્ષ અને સંસ્થાનની ગવર્નીંગ કાઉન્સિલના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યાં છે. મિસ્ટર ઈન્ડિયા, બેંડિટ ક્વિન, ધ ફોર ફેધર્સ અને ટાઈમ મશીન જેવી ઘણી સારી ફિલ્મો શેખર કપુર ડાયરેક્ટ કરી ચુક્યાં છે.

શેખર કપુરે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલ ઉપર પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તેણે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવીએ ભૂમિકા ભજવી હતી

શેખરને એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ, બૈંડિટ ક્વિન, મિસ્ટર ઈન્ડિયા, ધ ફોર ફીદર્સ, માસૂમ, ટૂટે ખિલૌને, ઈશ્ક-ઈશ્ક અને બિંદીયા ચમકેદી જેવી હીટ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે.

વર્ષ 1997માં શેખર કપુરે દસ્યુ સુંદરી ફુલન દેવી ઉપર આધારિત બૈંડિટ ક્વિનને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મેઈન રોલમાં સીમા વિશ્વાસ જોવા મળી હતી. આ ફિલ્મ માટે શેખરને સર્વશ્રેષ્ઠ નિર્દેશનકનો ફિલ્મફેયરનો પુરસ્કાર મળ્યો હતો

(10:52 pm IST)