મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

કોંગ્રેસને મોટો ઝટકો :હવે હિમાચલ પ્રદેશના કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ ભાજપમાં જોડાયા

કાર્યકારી અધ્યક્ષ હર્ષ મહાજને 45 વર્ષથી પાર્ટી સાથેનુ પોતાનુ જોડાણ આખરે તોડી નાંખીને ભાજપમાં સામેલ

ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ તાજેતરમાં પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. રાજસ્થાનમાં કોંગ્રેસ આંતરિક સંકટ સામે ઝઝૂમી રહી છે અને હવે હિમાચલ પ્રદેશમાં તેને ફટકો પડ્યો છે. રાજ્યના કાર્યકારી અધ્યક્ષ હર્ષ મહાજને 45 વર્ષથી પાર્ટી સાથેનુ પોતાનુ જોડાણ આખરે તોડી નાંખીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.

 હિમાચલ પ્રદેશમાં પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે હર્ષ મહાજને કહ્યુ હુત કે, આજે કોંગ્રેસ દિશાહીન છે અને તેની પાસે નેતૃત્વ પણ નથી. પાર્ટી પાસે નથી કોઈ વિઝન અને નથી જમીન પર કામ કરનારા કાર્યકરો.

મહાજને કહ્યુ હતુ કે, જ્યાં સુધી વીરભદ્રસિંહ હતા ત્યાં સુધી કોંગ્રેસનુ અસ્તિત્વ રાજ્યમાં હતુ પણ આજે કોંગ્રેસ દિશાહીન થઈ ચુકી છે.કોંગ્રેસમાં ખાલી માતા અને પુત્રનુ રાજ છે. મહાજનનો ઈશારો વીરભદ્રસિંહની પત્ની અને પુત્ર તરફ હતો. વીરભદ્રસિંહની પત્ની પ્રતિભા સિંહ મંડીના સાંસદ છે અને તેઓ રાજ્યના અધ્યક્ષ પણ છે. વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહ ધારાસભ્ય છે. મહાજન હિમાચલ પ્રદેશના પશુપાલન મંત્રી પણ રહી ચુકયા છે.

(8:57 pm IST)