News of Sunday, 29th January 2023
ઓડિશાના કલિંગા સ્ટેડિયમમાં જર્મનીએ બેલ્જીયમને સડન ડેથ શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડકપ જીતનો તાજ પહેર્યો
- જર્મની હવે વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છેઃ પ્રથમ શૂટઆઉટમાં 3-3ની બરાબરી કરી હતીઃ સડન ડેથ શૂટઆઉટમાં 2-1થી જર્મની જીત્યું
મુંબઇઃ ઓડિશાના કલિંગા સ્ટેડિયમમાં જર્મનીએ બેલ્જીયમને સડન ડેથ શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. ફુલ ટાઈમ સુધી 3-3ની બરાબરી થવાથી વિજેતા નક્કી કરવા માટે શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો.
બન્ને ટીમને પાંચ-પાંચ વખત ચાન્સ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કોર ફર એકવાર 3-3ની બરાબરી પર રહ્યો હતો. ત્યારબાદ સડન ડેથ શૂટઆઉટમાં જર્મનીએ બેલ્જીયમ સામે 2-1થી જીત મેળવી. ડિફેંડિંગ ચેમ્પિયન બેલ્જીયમ જર્મની સામે ટકી શક્યું નહીં. બન્ને ટીમો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હારી નથી
(11:29 pm IST)