મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

જ્‍યુપિટર ફંડ મેનેજમેન્‍ટ પી.એલ.સી.નાં સી.ઇ.ઓ.એ ફક્‍ત દરિયાકિનારે બેસીને રિલેક્‍સ થવા માટે કરોડો રૂપિયાની કંપનીને ઠોકર મારી !

સી.ઇ.ઓ.ની સાથે સાથે એન્‍ડ્રયુ ફોર્મિકાએ ડિરેક્‍ટર પદ પરથી પણ અંગત કારણ બતાવી રજીનામુ ધરી દિધુ : ઓસ્‍ટ્રેલીયા જઈ પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનો ફોર્મિકાનો વિચાર

નવી દિલ્‍લી તા.૩૦ : જ્‍યુપિટર ફંડ મેનેજમેન્‍ટ પી.એલ.સી.નાં સી.ઇ.ઓ. એન્‍ડ્રયુ ફોર્મિકાએ પોતાનાં તમામ પદ પરથી રજીનામાં ધરી દિધા છે. જ્‍યારે તેમને આવુ કરવા પાછળનુ મીડિયા દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા તેમણે કહયુ હતુ કે, તેમણે ‘કશુ જ ન કરવા અને દરિયા કિનારે બેસીને આરામ કરવા માટે' પોતાની નોકરી છોડી છે. તેમજ તેમણે વધુમાં કહયુ હતુ કે, તેઓ પોતાના દેશ ઓસ્‍ટ્રેલિયા પરત ફરી પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માંગે છે.

એન્ડ્ર્યુ ફોર્મિકાએ 'કશું ન કરવા માટે' અને 'દરિયા કિનારે બેસીને રિલેક્સ થવા માટે' નોકરી છોડી  હોવાના અહેવાલ સામે આવ્યા છે. આશરે 68 બિલિયન ડોલર એટલે કે, આશરે 5,400 કરોડ રૂપિયાની જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ પીએલસીમાં સીઈઓ તરીકે કાર્યરત ફોર્મિકાએ અંગત કારણોનો હવાલો આપીને નોકરી છોડવાનો નિર્ણય લીધો છે.

જાણવા મળતી માહિતી મુજબ તેઓ હવે કશું જ નથી કરવા માગતા. તેઓ પોતાના મૂળ દેશ ઓસ્ટ્રેલિયા પરત ફરવા માગે છે. પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહેવા અને તેમના સાથે સમય વિતાવવા માટે તેઓ પોતાના દેશ પરત ફરવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે, 'હું બસ દરિયા કિનારે બેસવા માગુ છું અને કશું જ નથી કરવા ઈચ્છતો.'

ફોર્મિકા 2019ના વર્ષમાં જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયા હતા અને આગામી ઓક્ટોબર મહિનાથી તેઓ પોતાનું પદ છોડી દેશે. તેઓ સીઈઓ પદની સાથે સાથે ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટર તરીકેનું પદ પણ છોડવા જઈ રહ્યા છે. કંપનીના મુખ્ય રોકાણ અધિકારી મેથ્યુ બેસ્લી હવે તેમના સ્થાને સીઈઓનું પદ સંભાળશે.

આશરે 3 દશકાથી બ્રિટનમાં કરતા હતા કામ

જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે, ફોર્મિકાએ બોર્ડને અગાઉથી આ અંગે જાણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ લાંબા સમય સુધી આ જવાબદારી નહીં સંભાળી શકે. તેઓ પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત જવા ઈચ્છે છે અને પરિવાર સાથે સમય વિતાવવાની તેમની યોજના છે.

ફોર્મિકા આશરે 3 દશકાથી બ્રિટનમાં કાર્યરત હતા. જ્યુપિટર પહેલા તેઓ જાનૂસ હેંડરસન ગ્રુપ પીએલસીની સાથે કામ કરતા હતા. 2017ના વર્ષમાં યુએસ ફંડ હાઉસ જાનૂસ તથા બ્રિટનની કંપની હેંડરસનનો વિલય થયો તેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

(10:55 pm IST)