મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

૨૦ ટકા માતા - પિતા જ બાળકોને રસી લગાવવાના પક્ષમાં

બાળકોના વેકિસનેશન પર યુજીઓવીનો સર્વે

 નવી દિલ્હી તા ૩૦, કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષિત કરવા માટે બ્રિટનમાં જ્યાં કોરોના વેકિસનને મંજૂરી મળી ચુકી છે. ત્યાં જ ભારતમાં હજુ પણ બાળકોના વેકિસનને લઇ માતા પિતામાં ડર રહેલો છે. યુજીઓવીના એક સર્વેમાં દર ૫માંથી એક માતા પિતા બાળકને રસી મુકાવવાના પક્ષમાં છે. જયારે અન્ય ચાર રસીકરણ નથી ઇચ્છતા. વેકિસનેશન માટે એજ માતા પિતા તૈયાર છે જે સ્વયં વેકસીન લગાવી ચુક્યા છે.

 બાળકોના વેકિસનેશન માટે ૬૦ ટકા પિતા અને ૪૬ ટકા માતા સહમત છે. ૩૪ ટકા માતા અને ૨૪ ટકા પિતાએ કહ્યું કે અત્યારે કાંઈ કહી શકીએ નહીં. વેકસીન લગાવી ચૂકેલા માતા પિતાએ કહ્યું કે, ત્રીજી લહેરમાં સૌથી  ઉપર ખતરો છે. માટે વેકસીન લગાવવી વધુ જરૂરી છે. એનાથી પૂરો પરિવાર સુરક્ષિત રહી શકે છે.  યુજીઓવીએ દેશના અંદાજિત ૧.૧૫ લાખ લોકોને વેકિસનેશન કરવું કે નહીં તે અંગે વાતચીત કરી હતી.

  ૨૯ ટકા અસમંજસમાં અને ૧૨ ટકાએ કહી ના

 જે માતા પિતા સ્વયં વેકસીન લઇ ચુક્યા છે તેમાંથી ૫૯ ટકા બાળકોના રસીકરણ માટે સહમત છે. ૨૯ ટકા લોકો મૂંઝવણમાં છે. ત્યાં જ ૧૨ ટકા માતા પિતાએ ના કહી દીધી છે.પેશેવર અને વ્યવસાયી ૯૩ ટકા માતા પિતા બાળકોનું  રસીકરણ ઈચ્છે છે. મધ્યમ વર્ગના માત્ર ૫૮ ટકા માતા પિતા જ વેકસીન લગાવવા ઈચ્છે છે.

(3:16 pm IST)