મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

દુલ્હને ૯૦ હજાર રૂ.પિયા લઈને દિવ્યાંગ વરરાજા સાથે લગ્ન કર્યાઃ રાતે ભાગી ગઈ

લૂંટેરી દુલ્હન! સાંજે ૯૦ હજાર રુપિયા લઈને દિવ્યાંગ વરરાજા સાથે સાત ફેરા લીધાઃ રાત્રે ૧૨ વાગ્યે ટેરેસ પરથી ભાગી ગઈ દુલ્હન મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ભોપાલ, તા.૩૦: મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોરમી વિસ્તારમાં એક કન્યા લગ્નની રાત્રે જ તેના સાસરિયાના ઘરની છત કૂદીને ભાગી ગઈ. વરરાજાએ તેની સાથે લગ્ન કરવા માટે ૯૦ હજાર રૂ.પિયા આપ્યા હતા. દુલ્હનના નાસી છૂટવાના સમાચાર મળતાં મધ્યરાત્રિએ ઘરમાં હંગામો મચી ગયો હતો. જો કે, હાલ પોલીસે ફરાર થયેલી કન્યાને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે.

છેતરપિંડીનો ભોગ બનેલા વરરાજાએ ગોરમી પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. જેના આધારે ગોરમી પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ કરી છે. મળતી માહિતી મુજબ ગોરમી વિસ્તારમાં રહેતા દિવ્યાંગ સોનુ જૈનનાં લગ્ન થયા ન હતા. સોનુ જૈનના પરિચિત ગ્વાલિયરના રહેવાસી ઉદલ ખટિકે સોનુ જૈનને કહ્યું કે તે તેના લગ્ન કરાવશે પરંતુ બદલામાં એક લાખ રૂ.પિયા ચૂકવવા પડશે.

જો કે, સોનુ જૈને ૯૦ હજાર રૂ.પિયામાં સોદો નક્કી કર્યો હતો. મંગળવારે ઉદલ ખટીક અનિતા રત્નાકર નામની મહિલા સાથે ગોરમી પહોંચ્યો હતો. તેની સાથે અરુણ ખટિક અને જીતેન્દ્ર રત્નાકર પણ ગોરમી પહોંચ્યા હતા. આ સિવાય અન્ય એક વ્યકિત પણ ઉદલ ખટીક સાથે હતો. ત્યારબાદ અનિતા સાથે સોનુ જૈનના લગ્ન પરિવારના સભ્યોની સામે દ્યરે જ થયા હતા હતા. મંગળસૂત્ર પહેરાવ્યું, માંગ ભરી. સોનુના પરિવારના સભ્યોએ પણ વર-વધૂને આશીર્વાદ પણ આપ્યા હતા અને બાદમાં બધા લોકો સૂવા માટે જતા રહ્યા હતા.

અનિતાની સાથે આવેલા જિતેન્દ્ર રત્નાકર જેને અનિતાએ પોતાનો ભાઈ ગણાવ્યો હતો અને અરૂ.ણ ખટિક બંને સૂવા માટે રૂ.મની બહાર જતા રહ્યા હતા. આ દરમિયાન અનિતાએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવીને ટેરેસ પર જતી રહી હતી. અડધી રાત્રે જયારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેઓએ પુત્રવધુને શોધવાનું શરૂ. કર્યું હતું, પરંતુ તે કયાંય દેખાઈ નહોતી. અનિતા છત પરથી કૂદીને છટકી જવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ પેટ્રોલીંગ કરતી પોલીસે અનિતાને પકડી લીધી હતી. આ પછી વરરાજા બનેલા સોનુ ગોરમી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની સાથે થયેલી આ છેતરપિંડી અંગે પોલીસને ફરિયાદ કરી હતી. સોનુ જૈનની ફરિયાદના આધારે પોલીસે ઉદલ ખટિક, જીતેન્દ્ર રત્નાકર, અરુણ ખાટિક અને અનિતા રત્નાકર અને અન્ય એક અજાણ્યા વ્યકિત સામે છેતરપિંડી સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સાથે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ પણ શરૂ. ચાલી રહી છે.

(4:07 pm IST)