મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ભારતમાંથી ચોરી થયેલી 3 મિલિયન ડોલરની પુરાતનકાળની મૂર્તિઓ આવી રહી છે પરત

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ એક ટ્વિટ કરીને આ જાણકારી આપી

નવી દિલ્હી :  ભારતમાંથી ચોરી થયેલી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાયેલી પુરાતત્વની મહત્વની 14 કિંમતી મૂર્તિઓ પાછી મળવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલીયા NGAની એશિયાઈ આર્ટ ગેલેરીથી લૂંટવામાં આવેલ વસ્તુઓ હટાવવાની મુહિમ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંતર રાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 3 મિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે. જેમાં 6 મૂર્તિઓ, 6 તસવીરો અને ચિત્રિત સ્ક્રોલ સામેલ છે. તમને જણાવ્યું કે NGAમાં મોટા પાયે  ધાર્મિક અને સાંસ્કૃતિક કલાકૃતિઓ સામેલ છે, જેમાંથી અમુક કૃતિઓ 12મી સદીની પણ છે

   કેન્દ્રીય વિદેશ રાજ્ય અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ એક ટ્વિટ કરીને આ માટે પ્રધાનમંત્રીના પ્રયાસોના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે આ અવસર પર હું PM મોદીના બધા જ પ્રયાસો માટે તેમનો આભાર માંનું છું. જેમના કારણે 14 ચોરાઇ ગયેલી ભારતીય સંસ્કૃતિની વસ્તુઓને પાછી લાવવામાં આવી રહી છે. NGAના નિર્દેશકના કહ્યા મુજબ આમાંથી 13 વસ્તુઓ ન્યુયોર્કમાં રહેતા કુખ્યાત ડીલર સુભાષ કપૂરે ખરીદી હતી. આ ઉપરાંત 1889માં એક અન્ય ડીલર દ્વારા જપ્ત કરવામાં આવેલી બીજી પણ વસ્તુઓ ભારતને આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી ટોની એબોટ પ્રધાનમંત્રી મોદીની યાત્રા દરમિયાન કપૂર દ્વારા તસ્કરી કરેલ 900 વર્ષ જૂની શિવ મૂર્તિ પાછી આપી દીધી હતી

કપૂરને 2011માં પકડી લેવામાં આવ્યો હતો. તેના પર ભારતમાં કાર્યવાહી કરવા માટે અમેરિકા તરફથી પ્રત્યર્પણ કરી દે તેવી રાહ જોવાઈ રહી છે. તેને ઓકટોબર 2011 માં જર્મનીમાંથી મૂર્તિઓ ચોરવા માટે પકડવામાં આવ્યો હતો. આરોપ છે કે 30 વર્ષોમાં સેંકડો જૂની મૂર્તિઓ, ચિત્રો અને પ્રાચીન વસ્તુઓનો વેપાર કર્યો હતો. જે બધુ જ ચોરીની વસ્તુ માનવામાં આવે છે. આ બધી જ વસ્તુ તે પોતાની આર્ટ ગેલેરી દ્વારા વહેંચી હતી.

(9:28 pm IST)