મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

સ્ટીવ જોબ્સે 1973માં નોકરીની અરજી કરી હતી : હવે તેને આપેલો બાયોડેટા ₹2.5 કરોડમાં વેચાયો

અરજીમાં જોબ્સે કહ્યું છે કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પરંતુ તે સમયે તેની પાસે ફોન નંબર નહોતો

નવી દિલ્હી :ટેકનોલોજી ક્ષેત્રની જાયન્ટ કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. સ્ટીવ જોબ્સ વિશેના ઘણા પુસ્તકો પણ બજારમાં છે. તમારામાંથી ઘણા લોકો સ્ટીવ જોબ્સ વિશે ઘણું જાણતા હશો, પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે સ્ટીવ જોબ્સે તેની નોકરી માટે અરજી કરી.

સ્ટીવ જોબ્સે 1973 માં નોકરી માટે અરજી કરી હતી. હવે તેનો બાયોટેડા 3,43,00 ડોલર એટલે કે લગભગ 2.5 કરોડ રૂપિયામાં વેચાયો છે. સ્ટીવ જોબ્સ 18 વર્ષના હતા જ્યારે તેમણે નોકરી માટે અરજી કરી હતી. ઘણા રિપોર્ટ પણ દાવો કરે છે કે આ પહેલી અને છેલ્લી એપ્લિકેશન હતી.

આ અરજીમાં સ્ટીવ જોબ્સનાં સિગ્નેચર પણ જોઈ શકાય છે. તેમની અરજીમાં જોબ્સે કહ્યું છે કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પરંતુ તે સમયે તેની પાસે ફોન નંબર નહોતો. આ વર્ષે માર્ચની શરૂઆતમાં જોબ એપ્લિકેશન ફોર્મની હરાજી 1.7 કરોડ રૂપિયામાં થઈ હતી. તેની સૌ પ્રથમ હરાજી 2017 માં થઈ હતી.

હરાજીની વેબસાઇટ પર નોકરી માટેનું અરજી ફોર્મ અપલોડ કરવામાં આવ્યું છે જેમાં તેઓએ કૌશલ્ય તરીકે કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર ભર્યા છે. આ ઉપરાંત, તેમને ડિઝાઇનિંગ અને ટેકનોલોજીમાં પણ રસ હતો. સ્ટીવ જોબ્સની જોબ એપ્લીકેશનની ડિજિટલ હરાજી પણ થઈ છે, જેની કિંમત 23,000 ડોલર અથવા લગભગ 17,10,637 રૂપિયા થાય છે, જે મૂળ નકલ કરતા ઘણી ઓછી છે.

(10:45 pm IST)