UP TET ની પરીક્ષા પહેલાં વોટ્સએપ પર પેપર ફરતું થયું
UP TET ની પરીક્ષાને નાબૂદ કરી દેવામાં આવી : પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપ WhatsApp પર વાયરલ થઇ ગયું હતું
લખનઉ, તા.૨૮ : ઉત્તર પ્રદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UP TET ની પરીક્ષાને નાબૂદ કરી દેવામાં આવી છે. આજે (રવિવારે) થનાર પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપર WhatsApp પર વાયરલ થઇ ગયું, ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યૂપી જી્હ્લ કેસની તપાસ કરી રહી છે. રદ કરાયેલી પરીક્ષા ૧ મહિના બાદ કરાવવામાં આવશે. જેના માટે અલગથી કોઇ ફી આપવી પડે. જાણી લો કે યૂપીમાં શિક્ષક ભરતી માટે પાત્રતા પરીક્ષા યોજવામાં આવે છે. ૨૫૫૪ કેંદ્રો પર ૨ પાળીઓમાં UP TET ની પરીક્ષા આજે (રવિવારે) આયોજિત કરવામાં આવી હતી. ૨૧ લાખ અભ્યર્થી UP TET ની પરીક્ષામાં સામેલ થવાના હતા. UP TET નું પેપેર-૧ આજે સવારે ૧૦ વાગ્યાથી સાડા ૧૨ વાગ્યા સુધી પેપર-૨ બપોરે અઢી વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાવવાની હતી પરંતુ તે પહેલાં જ UP TET ની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે.