News of Tuesday, 30th November 2021
વિનોદ દુઆના મૃત્યુના અહેવાલો ખોટા છે : સ્થિતિ અત્યંત નાજુક : પુત્રી મલ્લિકાની જાહેરાત

દેશના અગ્રીમ હરોળના પત્રકાર વિનોદ દુઆની તબિયત હજુ પણ ખૂબ જ નાજુક છે. વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ આજે કહ્યું છે કે તેમના મૃત્યુના અહેવાલો જુઠા છે અને તેના પિતાની સ્થિતિ ખૂબ જ નાજુક છે તથા આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે
તેઓ આખી જિંદગી ફાઇટર રહ્યા છે. ”મલ્લિકા દુઆએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું છે.
દરમિયાન, હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની સ્થિતિ અતિ ગંભીર છતાં સ્ટેબલ છે. આ વર્ષની શરૂઆતમાં કોવિડ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા વિનોદ દુઆએ જૂનમાં તેમની પત્ની, રેડિયોલોજિસ્ટ પદ્માવતી 'ચિન્ના' દુઆને કોવિડ વાયરસથી ગુમાવી દીધી હતી.
(11:26 pm IST)