મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

અઝરબૈજાનમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં 14 સૈનિકોના મોત

સૈન્યનું એક લશ્કરી હેલિકોપ્ટર કાકેશસ પ્રદેશના પૂર્વમાં તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું

અઝરબૈજાનમાં એક મોટો અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, અઝરબૈજાની સૈન્યનું એક લશ્કરી હેલિકોપ્ટર દેશના કાકેશસ પ્રદેશના પૂર્વમાં તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટનામાં 14 જવાનોના મોત થયા હતા. ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાકના ફ્રન્ટિયર ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરહદ સેવાના હેલિકોપ્ટર દુર્ઘટનાના પરિણામે 14 લોકો માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. તેમાં જણાવ્યું હતું કે તમામ પીડિતો લશ્કરી કર્મચારીઓ હતા.

આ પહેલા મંગળવારે દેશની બોર્ડર સર્વિસ અને પ્રોસીક્યુટર જનરલે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, અઝરબૈજાનની સ્ટેટ બોર્ડર સર્વિસનું એક સૈન્ય હેલિકોપ્ટર આજે સવારે લગભગ 10:40 કલાકે ખિઝી ક્ષેત્રમાં ગરખેબત ખાતે પ્રશિક્ષણ ઉડાનનું સંચાલન કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર કયા કારણે ક્રેશ થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બે અઠવાડિયા પહેલા અઝરબૈજાન અને પડોશી દેશ આર્મેનિયા વચ્ચે તેમની સહિયારી સરહદ પર સૌથી ખરાબ લડાઈ થઈ હતી

(11:58 pm IST)