મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

નાણા મંત્રાલયમાં અલ્પબુદ્ધિવાળા લોકો : પીએમને ઈકોનોમીની કોઈ સમજ નથી : આજ્ઞાકારી લોકો પસંદ છે : સુબ્રમણ્યમ સ્વામી

હું પ્રધાનમંત્રીનો જુનો દોસ્ત હોવાથી જાણું છું : સ્વતંત્ર કામ કરનાર લોકો પસંદ નથી તેને કારણે તો મને સરકારમાંથી બહાર રાખવામાં આવ્યો

નવી દિલ્હી : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું છે સ્વામીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીને ઈકોનોમીની કોઈ સમજ નથી. તેમને આજ્ઞાકારી લોકો પસંદ છે. તેમનો દોસ્ત છું તેથી ખબર છે.

અમેરિકી ચેનલના પેટ્રિક બેડ ડેવિડ સાથેની મુલાકાતમાં સ્વામીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીને સ્વતંત્ર કામ કરનાર લોકો પસંદ નથી. તેને કારણે તો મને સરકારમાંથી બહાર રાખવામાં આવ્યો

તેમણે કહ્યું કે હું મોદીને 70 ના દાયકાથી ઓળખું છું. મારા મિત્ર છ તેઓ. મોદી ઈકોનોમી અંગે જાણતા નથી. જોકે પછી તરત તેમણે કહ્યું કે આ ઘણો આકરો શબ્દ છે.

સ્વામીએ આગળ કહ્યું કે દેશના નાણા મંત્રાલયમાં જે લોકો બેઠા છે તેઓ અલ્પબુદ્ધિના છે. હું પ્રધાનમંત્રીનો જુનો દોસ્ત હોવાથી જાણું છું કે તેમણે આજ્ઞાકારી લોકો સારા લાગે છે. આ તેમની નબળાઈ છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમની આજ્ઞા પ્રમાણે ચાલે. સ્વતંત્ર રીતે કામ કરનાર લોકો મોદીને ગમતા નથી. આ કારણે મને સરકારમાંથી દૂર રાખવામાં આવ્યો.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વાર સ્વામીએ મોદી સરકારની વિરોધી ટીપ્પણીઓ કરી છે

(12:00 am IST)