મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

બેંક ગ્રાહકોને ફરીથી મળી શકે છે મોરેટોરીયમની સવલત

ગ્રાહકોની સ્થિતી, જરૂરિયાત અને નિયમો અનુસાર બેંક લેશે નિર્ણય

નવી દિલ્હી તા. ૩૧ : કોરોનાનીબીજી લહેર નરમ પડવાના સંકેત સાથેજ બેંકોએ વ્યકિતગત અને ધંધાદારી ઉદ્દેશોથી લોન લેનારા ગ્રાહકોને રાહત આપવાની સ્કીમ પર કામ શરૂ કર્યું છે. તેના હેઠળ આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા તરફથી જાહેર કરાયેલ સ્કીમના આધાર પર રપ કરોડ રૂપિયા સુધીની લોન લેનારા ગ્રાહકોને સરળતાથી લોન ચુકાવવા માટે વધારે સમય અપાઇ રહ્યો છે. સાથેજ બેંકો, ગ્રાહકોની તકલીફ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટેટોરીયમની સુવિધા પણ આપી શકે છે. હા, પણ તે ગયા વર્ષે બધાને એક સાથે અપાયેલ સુવિધા જેવી નહી હોય આ સ્કીમ હેઠળ ૧૦ લાખ સુધીની લોન લેનાર બધાાનેમાટે બધી બેંકો તરફથી સમાન રાહત સ્કીમ લાગુ કરાઇ રહી છે. ઘણી બેંકોના બોર્ડે આ અંગેનો પ્રસ્તાવ પાસ કર્યો છે. અને ગ્રાહકોને આ સ્કીમ અંગેની જાણ ધીમે ધીમે કરવાનું કામ શરૂ કરી દીધું છે.

ભારતીય બેંક સંઘ (આઇબીએ) ના અધ્યક્ષ રાજકિરણ રાયે જણાવ્યું કે લોન ચુકવણીમાં રાહત આપવા માટે બેંકીંગ લોનને ત્રણ વર્ગોમાં ચીન્હીત કરાઇ છે. ૧૦ લાખ સુધીની લોન, ૧૦ લાખથી ૧૦ કરોડની લોન અને ૧૦ કરોડથી રપ કરોડ રૂપિયા સુધીની લોન બેંકો તરફથી ૧૦ લાખ રૂપિયા સુધીના લોન એકાઉન્ટ માટે એક સરખા માપદંડ અપનાવવામાં આવશે. બેંકોએ આ શ્રેણીના ગ્રાહકોનું લીસ્ટ તૈયાર કરી લીધું છે. અને હવે તેમને જાણ કરીને પુછવામાં આવી રહ્યું છે. કે તેઓ રાહત સ્કીમનો લાભ તૈયાર છે કે નહીં આ શ્રેણીના ગ્રાહકો બેંકોની વેબસાઇટ પર જઇને અથવા નજીકની શાખામાં જઇને સ્કીમ સ્વીકારવા માટે સંમતિ આપી શકે છે.બધી બેંકોમાં એક સરખું ફોર્મ રાખવામાં આવ્યું છે જેથી તેમને કોઇ પરેશાની ના થાય.

(11:45 am IST)