મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

એશિયન ગેમ્સમાં ૨૧ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવતા ફવાદ મિર્ઝા

ઓલિમ્પિકમાં ઘોડે સવારીનો ક્વોટા ભારતને મળ્યો

નવી દિલ્હીઃ એશિયન ગેમાસમાં ભારતનું નામ રોશન કરનારા દેશના ટોચના ઘોડેસવાર ફવાદ મિર્ઝાએ એ ઇતિહાસ રચી દીધો. ફવાદે આ વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલોફાય કરી લીધુ. તેની સાથે તેણે ભારતને 21 વર્ષ બાદ ધોડેસ્વારી માં ઓલિમ્પિક સ્પર્ધાનો ક્વોટો અપાવ્યો.

ફવાદ મિર્ઝાએ પોલેન્ડમાં બાબોરોવ્કો ઇક્વેસ્ટેરિયન ફેસ્ટિવલમાં શનિવારે મીનિમમ ઇક્વેસ્ટેરિયન રિકવાયરમેન્ટ (MER)પ્રાપ્ત કરી લીધુ. તેણે ફેસ્ટિવલમાં પ્રારંભિક બે સ્થાન મેળવી ઓલિમ્પિક ક્વોટો મેળવ્યો હતો. આ અંગે ભારતીય રમત-જગત ઓથોરિટી એ ટ્વીટ કરીને માહિતી આપી છે.

નોંધનીય છે કે ફવાદનું નામ ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇક્વેસ્ટેરિયન સ્પોર્ટ્સ (FEI)ની ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારા ખેલાડીઓની યાદીમાં હતું. પરંતુ ઔપચારિક્તા પુરી કરવા માટે ફવાદે ફાઇનલ ક્વોલિફિકેશ મેળવવાનું હતું. જે તેણે પ્રાપ્ત કરી લીધુ.

અગાઉ ગત મહિને પોલેન્ડમાં જ ફવાદ અન્ય એક ટૂર્નામેન્ટમાં આ ક્વોલિફિકેશન મેળવતા સહેજમાં ચૂકી ગયો હતો. આ ક્વોલિફિકેશનની ડેડલાઇન 24 જૂન છે.

ફવાદ મિર્ઝા ઓલિમ્પિક ક્વોટો મેળવનાર ભારતનો ત્રીજો ઘોડેસવાર છે. અગાઉ આઇજે લાંબા (1996), ઇમ્તિયાઝ અનીસ (2000)એ ભારતને ઇક્વેસ્ટેરિયનમાં દેશને ઓલિમ્પિક ક્વોટો અપાવ્યો હતો.

ફ્વાદ મિર્ઝાએ 2018માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર ફ્વાદ 36 વર્ષના પ્રથમ ભારતીય ઘોડેસવાર હતા. જ્યારે ઓલિમ્પિક ક્વોલિફાય થવા અંગે ફવાદે જણાવ્યું કે

સપ્તાહનાં અંતે મારા પર બહુ દબાણ હતુ, કારણ કે મારા માટે એમઇઆર મેળવવાનો આ છેલ્લી તક હતી. છેવટે આપણે તે મેળવવામાં સફળ રહ્યા. તે જણાવે છે કે મારા ઘોડા સારા ફોર્મમાં છે અને હું પણ સારુ પરફોર્મ કરી રહ્યો છું.

(8:19 pm IST)