મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

કોવિદ -19 રોગચાળાની અસર : 2020 -21ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 7.3 ટકા ઘટ્યો : છેલ્લા 4 દાયકાનો રેકોર્ડ તૂટ્યો :ચોથા ક્વાર્ટરમાં 1.6 ટકાની વૃદ્ધિ નોંધાઈ : NSO દ્વારા જાહેર કરાયેલા આંકડા

ન્યુદિલ્હી : 2020 -21ના પ્રથમ ક્વાર્ટરમાં કોવિદ -19 રોગચાળાની અસરને કારણે  ભારતનો જીડીપી 7.3  ટકા ઘટ્યો હતો. જે છેલ્લા 4 દાયકાનો રેકોર્ડ હતો. જયારે ચોથા ક્વાર્ટરમાં 1.6 ટકાની વૃદ્ધિ નોંધવા પામી હતી .તેવું NSO દ્વારા જાહેર કરાયેલા આંકડા દ્વારા જાણવા મળે છે. જે  દેશના નાજુક અર્થતંત્રની છબી દર્શાવનારા  છે.

માર્ચ 2020 માં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલી બનાવાયા પછી કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2020 થી 'અનલોક  પ્રક્રિયા શરૂકરવામાં આવી હતી .  તેથી આગળ જતા પરિસ્થિતિ સામાન્ય થઇ જવા પામી હતી. તેથી ચોથા ક્વાર્ટરમાં 1.6 ટકાની વૃદ્ધિ નોંધવા પામી હતી .

જોકે ચોથા ત્રિમાસિક ગાળાની 1.6 ટકાની વૃદ્ધિ સારી તો ન જ ગણાય .  કારણ કે જાન્યુઆરી-માર્ચ 2021ના સમયગાળા દરમિયાન, બધા ક્ષેત્રો સંપૂર્ણ રીતે ખોલી નાખવામાં આવ્યા હતા. તેમજ પરિસ્થિતિ સામાન્ય થઇ જવા પામી હતી. તેમ છતાં નાણાકીય વર્ષ 2020 -21ના ચોથા ત્રિમાસિક ગાળાની આ નજીવી  વૃદ્ધિ દર્શાવે છે કે દેશની  નાણાકીય સ્થિતિ સંતોષકારક નથી.

2019-20માં જીડીપીમાં ચાર ટકાની નબળી વૃદ્ધિ નોંધાઈ હતી, જે છેલ્લા 11 વર્ષની નીચી સપાટી હતી. જેના કારણમાં મુખ્યત્વે ઉત્પાદન અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં મંદીની અસર જવાબદાર ગણી શકાય.

ગયા વર્ષે કોવિદ -19 રોગચાળાને  કારણે લદાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની અસર  પ્રથમ છ માસિક ગાળામાં જોવા મળી  હતી.
સીએસઓએ નાણાકીય વર્ષ 21 માં 8 ટકા જીડીપીઘટવાનો  અંદાજ મૂક્યો હતો,  દરમિયાન, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 21 માટે 7.5 ટકાના ઘટાડાનો  અંદાજ મૂક્યો હતો. જો કે, મોટાભાગના વિશ્લેષકોએ માર્ચ ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થામાં વધુ સારી ગતિની  અપેક્ષા રાખી હતી, અને નાણાકીય વર્ષ 21 માં જીડીપીનો  ઘટાડો  સીએસઓના આઠ ટકાના અંદાજ કરતા ઓછો  હશે તેવી આગાહી કરી હતી.

એસબીઆઈના અહેવાલ મુજબ, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતના  જીડીપીમાં 1.3 ટકાનો વધારો થવાની સંભાવના છે .તેવું એન.ડી.ટી.વી.દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)