મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

ફિનટેક સ્‍ટાર્ટઅપ કંપની દ્વારા કુશળ એન્‍જીનીયરો માટે બાઇક પેકેજ લોન્‍ચઃ કર્મચારીઓને બીએમડબલ્‍યુ કાર, રોયલ એન્‍ફલલ્‍ડ હિમાલયા જેવી બાઇક આપશે

ભારતમાં ઝડપથી વિસ્‍તરણ માટે અનોખા જોઇનિંગ અને રેફરલ પેકેજ શરૂ કર્યા

નવી દિલ્લીઃ જો તમને નોકરીમાં સારા કામ કરવા બદલ બોનસ મળે તો તમને કેટલી ખુશી થશે. એમાં પણ જો તમે બાઈકના શોખીન હોવ અને બોનસરૂપે તમને સ્પોર્ટ્સ બાઈક મળે તો બીજું શું જોઈએ. તમને લાગતું હશે કે આવી કઈ કંપની હશે જે પોતાના કર્મચારીઓને સ્પોર્ટ્સ બાઈક આપશે. આ એક ટેક સ્ટાર્ટઅપ કંપની છે જે પોતાના કર્મચારીઓને જોઈનિંગ બોનસ તરીકે BMW, KTM અને રોયલ એન્ફીલ્ડ જેવી બાઈક આપે છે. આવો જાણીએ આ કંપની વિશે.

ફિનટેક સ્ટાર્ટઅપ કંપની BharatPe કુશળ અને સારા એન્જીનિયરોને હાયર કરવા માટે બાઈક પેકેજ લોન્ચ કર્યું છે. જોઈનિંગ દરમિયાન આ ઓપ્શનને સિલેક્ટ કરતા કર્મચારીઓને કંપની BMW G 310R, KTM DUKE 390, JAWA PERAK, KTM RC 390 અને રોયલ એન્ફીલ્ડ હિમાલયા જેવી બાઈક આપશે.

BharatPe ઝડપથી પોતાનું વિસ્તરણ કરી રહી છે. આ માટે કંપનીને નવા એન્જીનિયર્સ અને એમ્પ્લોઈઝની જરૂર છે. આ માટે કંપનીએ અનોખા જોઈનિંગ અને રેફરલ પેકેજ શરૂ કર્યા છે. કંપનીએ બાઈક પેકેજ સિવાય ગેજેટ પેકેજનું પણ એલાન કર્યું છે. BharatPeએ માત્ર બાઈકના શોખીનોનું ધ્યાન નથી રાખ્યું. પરંતુ ગેડેટ્સના શોખીનો માટે પણ ગેજેટ્સ પેકેજ આપી રહી છે. આમાં નવા કર્મચારીઓને Bose Headphones, Apple Ipad Pro, Harman Kardon Speaker અને Samsung Galaxy Watch જેવા ગેજેટ્સમાંથી સિલેક્ટ કરવાનો મોકો આપી રહી છે.

આજ રીતે જે લોકો હેલ્થ ફ્રીક છે. તેમના માટે કંપની જોઈનિંગ પર Firefox Typhoon 27.5 D જેવી સાઈકલ પણ આ અનોખા પેકેજમાં આપી રહી છે. ત્યારે વર્ક ફ્રોમ હોમને પગલે કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે WFH desk and chair પણ આપી રહી છે.

કંપની પોતાના બાઈક પેકેજમાં જે 5 મોટરસાઈકલ આપી રહી છે. તે તમામ લક્ઝરી કેટેગરીની બાઈક છે. KTM RC 390ની એક્સ શોરૂમ કિંમત 2.77 લાખ રૂપિયા છે. જ્યારે BMW G310Rની એક્સ શોરૂમ કિંમત 2.50 લાખ રૂપિયા છે. રોયલ એન્ફીલ્ડ હિમાલયાની પણ કિંમત માર્કેટમાં 2 લાખને આસપાસ હશે.

BharatPeના સહ-સ્થાપક અશનીર ગ્રોવરે કહ્યું કે ભારતપે ભારતમાં નવા જમાનાની બેંકિંગ ડેવલોપ કરી રહી છે. તેથી તેઓ શ્રેષ્ઠ અને કુશળ લોકોને પોતાના સાથે કામ કરવા બોલાવી રહી છે. આ સિવાય કંપની મર્ચંટ અને કોન્ઝ્યુમર લોન સ્પેસમાં પણ કેટલાક નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માગે છે. કંપની 100થી વધુ લોકોને હાયર કરવા જઈ રહી છે.

(5:05 pm IST)