મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

મધ્‍યપ્રદેશના છતરપુરમાં ઓનલાઇન ગેમ ફ્રી ફાયરમાં 40 હજાર ગુમાવતા 13 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો

મોબાઇલમાં રૂપિયા કપાયાનો મેસેજ આવતા માતા-પુત્ર ઉપર ગુસ્‍સે થઇ હતી

ભોપલ: મધ્ય પ્રદેશના છતરપુરમાં ઓનલાઈન ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવવા પર 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ઢાના તાલુકામાં આ પ્રકારનો આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફ્રી ફાયર ગેમની લતને કારણે 12 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવી હતી.

પોલીસ કમિશનર (ડીએસપી) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીએ શુક્રવારે બપોરે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. ઘટના સ્થળ પરથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. 

ડીએસપીએ જણાવ્યું કે, સ્યૂસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું કે, તેના માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા હતા. આ રૂપિયા તેણે ફ્રી ફાયર ઓનલાઈન ગેમમાં બરબાદ કર્યા હતા. વિદ્યાર્થીએ પોતાની માતા પાસે માફી માંગતા લખ્યું કે, આ કારણે તેણે આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીએ જ્યારે આ પગલુ ભર્યુ ત્યારે તેની માતા કે પિતા ઘરે ન હતા. વિદ્યાર્થીની માતા પ્રદેશના સ્વાસ્થય વિભાગમાં નર્સ છે અને ઘટનાના સમયે જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત હતા.

રૂપિયાની લેણદેણને લઈને વિદ્યાર્થીના માતાના ફોન પર રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો, જેના બાદ માતા તેના દીકરા પર ગુસ્સે થઈ હતી. આ બાદ વિદ્યાર્થીએ ખુદને રૂમમાં બંધ કરી લીધો હતો. થોડા સમય બાદ તેની બહેન રૂમમાં પહોંચી તો તે અંદરથી બંધ હતો. તેને આ વાતની જાણ પોતાના તેણે માતાપિતાને કરી હતી. જેના બાદ દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડાયો તો વિદ્યાર્થી પંખા સાથે લટકતો મળ્યો હતો.

(5:06 pm IST)