મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

ન્યાયધીશો ઉપર તવાઈ : ઝારખંડના ન્યાયધીશને અડફેટે લઇ હત્યા નિપજાવ્યા બાદ હવે યુ.પી.ના જ્જની હત્યાનો પ્રયાસ

યુટીલીટી કારે ધસી આવી જજ મોહમ્મદ અહમદખાનને ઈજાગ્રસ્ત કર્યા : આરોપીને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો તેથી મળેલી ધમકીનું પરિણામ હોવાની એફઆઈઆર દાખલ



ફતેહપુર : દેશમાં ન્યાયધીશો ઉપર તવાઈ ચાલી રહી હોવાની એક પછી એક ઘટના જોવા મળી રહી છે. જે મુજબ ઝારખંડના ધનબાદના જ્જને તે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે એક વાહને અડફેટમાં લઇ ઘાયલ કર્યા હતા.જેઓનું હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મોત નીપજ્યું હતું.તેમની પાસે એક હાઈફાઈ ગુનાખોરીનો કેસ ચાલતો હતો.
અને હવે યુ.પી. ના ફતેહપુરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ  જજ મોહમ્મદ અહમદખાને પોતાની હત્યાનો પ્રયાસ થયો હોવાની એફઆઈઆર નોંધાવી છે.

નામદાર જજે નોંધાવેલી એફઆઇઆરમાં જણાવ્યા મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ વ્યક્તિગત યાત્રા બાદ પ્રયાગરાજથી ફતેહપુર પરત ફરી રહ્યા હતા ત્યારે એક યુટીલીટી કાર ધસી આવી હતી અને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા.જેના કારણમાં તેઓએ જણાવ્યા મુજબ તાજેતરમાં તેઓએ આરોપીના જામીન નામંજૂર કર્યા બાદ એક વ્યક્તિએ તેમને  ગંભીર પરિણામની ધમકી આપી હતી.

ન્યાયધીશની ફરિયાદના આધારે પોલીસ તપાસ ચાલુ થઇ ગઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:33 pm IST)