મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ કેનોશા જશે : અશ્વેત નાગરિક જેકબ બ્લેક ઉપર થયેલા પોલીસ ગોળીબાર ને કારણે લોકોના આક્રોશ વચ્ચે વાતાવરણ તંગ થવાની ભીતિ : હિંસક તોફાનોથી થયેલા નુકશાનનો સર્વે કરશે

વોશિંગટન : અમેરિકાના વિસ્કોસીનમાં આવેલા કેનોશામાં  અશ્વેત નાગરિક જેકબ બ્લેક ઉપર પોલીસે ગોળીબાર કરતા જનાક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. તે ઘાયલ થવાથી હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા.અશ્વેત નાગરિકો રોડ ઉપર આવી ગયા હતા.તથા રેલી દરમિયાન પ્રાઇવેટ તથા પબ્લિક પ્રોપર્ટીને પણ નુકશાન થયું હોવાથી આ નુકશાનીનો અહેવાલ મેળવવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે કેનોશા જઈ રહ્યા હોવાનું વ્હાઇટ હાઉસ સૂત્રોએ જણાવ્યું હતું.
તેઓ જેકબના નિવાસ સ્થાનની મુલાકાત લેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે હજુ સુધી તે નક્કી કરાયું નથી.

(7:50 pm IST)