મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

દેશમાં 24 કલાક માં 8 લાખ થી વધુ કોરોના પરીક્ષણ : કુલ ટેસ્ટનો આંકડો 4 કરોડને પાર

દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,23,07,914 કોરોના પરીક્ષણો લેવાયા

નવી દિલ્હી : વૈશ્વિક કોરોના સંકટમાં એક જ દિવસમાં, ભારતીય તબીબી સંશોધન પરિષદે કુલ 8,46,278 નમૂનાઓની તપાસ કરી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,23,07,914 કોરોના પરીક્ષણો લેવામાં આવ્યા છે. ભારતની મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે

(12:43 pm IST)