મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

એરપોર્ટ અને એરલાઇન્સનું સંચાલન સરકારે ન કરવું જોઇએ

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન રાજયમંત્રી હરદીપસિંહ પુરીએ ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હી તા. ૩૧ : કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન રાજયમંત્રી હરીદીપસિંહ પુરીએ કહ્યું કે સરકારે એરપોર્ટ અને એરલાઇન્સનું સંચાલન કરવુ જોઇએ નહી સાથેજ તેઓએ એકેવાર ફરી આશા વ્યકત કરી કે સરકાર ર૦ર૦માં જ એરઇન્ડીયાનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં સફળ થશે પુરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જયારે કેરળ સરકાર તિરૂવંતીપુરમ એરપોર્ટનું સંચાલન અદાણી એન્ટરપ્રાઇઝને આપવાનો વિરોધ કરી રહી છે.

અદાણી એન્ટરપ્રાઇસેઝને પ૦ વર્ષ માટે પીપીપી મોડ હેઠળ તિરૂવતંપુરમ સહિત છ ઘરેલુ એરપોર્ટ સોંપવાનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટ ૧૯ ઓગસ્ટે કરાયો હતો. જયારે તે પહેલા જ કેરળ સરકારે ખુદ એરપોર્ટના સંચાલનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારની સામે રાખ્યું હતું અત્યાર સુધીમાં આ એરપોર્ટ સહિત દેશના ૧૦૦ થી વધુ એરપોર્ટની સાંરસંભાળ અને સંચાલન કેન્દ્ર સરકાર હેઠળ આવતા એરપોર્ટ અને એરલાઇન્સનું સંચાલન કરવું જોઇએ નહિ પુરીએ કહ્યું જો સરકાર એરપોર્ટનું અથવા એરલાઇન્સનું સંચાલન કરે છે.ત્યારે તેની એલ-૧ તેમજ મેલ-ર, જેવા, સરકારી નિયમોનું પાલન કરવું પડે છ.ે અને આવી રીતે વ્યવાસાયિક સંસ્થાઓનું સંચાલન કેવી રીતે થઇ શકે.

(12:59 pm IST)