મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

દેશની સુરક્ષામાં બાવળ અને ઘાસ બની રહ્યા છે અવરોધ

દેશના જવાનોને હવે મનરેગાના કામ પણ કરવાના ?

ભારતની સુરક્ષાને જોખમમાં મુકતા ઘાસ અને બાવળ અંગે અનેક રજુઆત અને પત્રો લખાયા છતાં કોઈ જ જવાબ નહીં

નવી દિલ્હી,તા. ૩૧: ભારતમાં હવે કદાચ એવી પ્રથા જ થઇ ગઈ છે કે મૂળ કામની બહારના કામ પણ તમારે જ જોવાના રહેશેમ શિક્ષકોને જેમ તેના મૂળ કામથી બહાર જઈને ઙ્ગતીડ ભગાડવાનું કામ કરે છે તેમ સુરક્ષા જવાનોને પણ તેમનું મૂળ સુરક્ષાનું કામ મૂકીને જંગલી ઘાસ અને બાવળ કાપવા પડે છે. હવે સ્કિલ ઇન્ડિયાનો જમાનો આવી રહ્યો છે! હકીકતમાં ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર બાંધવામાં આવેલ તારની આસપાસ જંગલી ઘાસ અને બાવળની જંગલી જતો ઉગી નીકળી છે જેને લીધે જવાનોને સુરક્ષાના કામમાં અવરોધ ઉભો થાય છે. સુરક્ષા માટે ત્યાંના વિસ્તારોમાં વિઝન ઘટી ગયું છે આથી સુરક્ષાને પગલે ત્યાંના જવાનોને આ જંગલી ઘાસ અને બાવળ કાપવાની કામગીરી કરવી પડે છે.

નિયમોની માયાજાળ એવી છે કે આ કામગીરી કોના નીચે આવે તે અંગે પણ વિવાદ ઉભા થયા છે. સુરક્ષા જવાનોની આ સમસ્યા માટે ગૃહ મંત્રાલય અને પંચાયતી રાજ જાણે ખો -ખો રામે છે.

ગૃહ મંત્રાલયના સીમા અધિકારી નાગેન્દ્ર નાથ સિંહાએ અંદાજે પાંચ મહિના પહેલા જ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજને એક પત્ર લખીને જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર જંગલી જાતની ઘાસ ઉગી ગઈ છે જેના લીધે જવાનોને ડ્યુટીમાં અડચણ ઉભી થાય છે. આ કાર્ય હકીકતમાં મનરેગા હેઠળ આવે છે જે માટે અધિકારીએ પ્રસ્તાવ ઙ્ગપણ મુકયો છે.  ગૃહ મંત્રાલય સિવાય ક્ષેત્ર સુરક્ષાની એક ચોકી અધિકારીએ જણાવ્યું હતું કે કાયદેસર રીતે ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ વગેરેને જંગલી બાવળ અને ઘાસ કાપવા અંગેની રજુઆત કરવામાં આવી છે પરંતુ કાર્યને મજૂરી આપવામાં નથી આવી. આવા સમયે સુરક્ષાના જવાનોને તેના મૂળ કામથી બહાર જઈને આ ઝાડ કાપવાનું કામ કરે છે જેને લીધે સુરક્ષાનું કામ ખોરવાયું છે. (૨૨.૩૦)

ખતરાની ઘંટી : બાવળ અને ઘાસ

 તસ્કરો માટે બચાવ માટે આ ઘાસ ઉપયોગી બની શકે છે તેવી શંકા છે. 

સીમા સુરક્ષા માટે આ બાવળ અડચણ બને છે.

 સ્થાનિક અને બહારના લોકો આ ઘાસની આડસમાં બોર્ડર સુધી આસાનીથી પહોંચી જાય છે.

 ખાસ કરીને રાત્રીના સમયે આ જંગલી જાતીની વનસ્પતિ સુરક્ષાને જોખમમાં મૂકે છે.

 તસ્કરો અને દારૂના ધંધા વાળા લોકો માટે આ ઘાસની આસપાસની જગ્યા આશરો લેવાની જગ્યા બની શકે છે તેવી શંકા છે.

. -તો એના આધારે કામને મંજૂરી આપી શકાય

આ પ્રકારના કામની જવાબદારી મનરેગા હેઠળ આવે છે કે નહિ તે નક્કી કરવાનું કામ ભારત સરકારનું છે. મનરેગામાં જુદા જુદા કામોની એક શ્રેણી બનેલી છે જ જેને આધારે આ કામને મજૂરી આપી શકાય તેમ છે.         — પ્રદીપ કુમાર છીપ્પા એકિઝકયુટિવ એન્જિનીયર, જિલ્લા પરિષદ શ્રીગંગાનગર

(3:41 pm IST)