મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

પત્રકારત્‍વની આડમાં લવ જેહાદઃ લખનઉમાં આવ્‍યો વધુ એક ચોંકાવનારો કિસ્‍સો

લખનઉ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે. જેને જોતા હવે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આમ છતાં આવા કેસ અટકવાનું નામ લેતા નથી. તાજો મામલો યુપીની રાજધાની લખનઉથી સામે આવ્યો છે. જ્યાં પત્રકારત્વની આડમાં લવ જેહાદ કરનારા મોહમ્મદ કાતિલ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે.

પહેલી પત્ની પણ હિન્દુ છે

પોલીસના જણાવ્યાં મુજબ લખનઉના ચિનહટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ માન્યતા પ્રાપ્ત પત્રકાર પર બળાત્કાર અને શારીરિક શોષણનો કેસ દાખલ કર્યો છે. આરોપી પત્રકારે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત પત્રકારનો દરજ્જો લીધેલો છે અને લખનઉના પોશ વિસ્તાર પાર્ક રોડ પર આવેલા વિધાયક નિવાસમાં સરકારી મકાન પણ મેળવેલું છે. પોલીસનું માનીએ તો આરોપી મોહમ્મદ કાતિલની પહેલી પત્ની પણ હિન્દુ છે જેનાથી તેને બે બાળકો છે.

યુવતીનો રેપ કરીને આપી લગ્નની લાલચ

પીડિત યુવતીના જણાવ્યાં મુજબ એક વર્ષ પહેલા તે ગોમતીનગરમાં પત્રકાર મોહમ્મદ કાતિલ પાસે નોકરી માટે ગઈ હતી. મોહમ્મદ કાતિલે યુવતીને સારી નોકરી અપાવવાના નામે ચાર પાંચ દિવસ બાદ ફરીથી બોલાવી અને કોફીમાં નશીલો પદાર્થ ભેળવીને તેના પર બળાત્કાર કર્યો. યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે હોશ આવતા જ્યારે તેણે પોલીસ પાસે ફરિયાદ કરવાની વાત કરી તો પત્રકાર મોહમ્મદ કાતિલ રડવા લાગ્યો અને માફી માંગતા તેણે મને લગ્નનું વચન આપ્યું. હું પણ લોકલાજથી તેની વાતોમાં આવી ગઈ. આ દરમિયાન તેણે અનેકવાર મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યાં. થોડા દિવસ બાદ મારપીટ કરવા લાગ્યો.

રૂતબાનો પ્રભાવ દેખાડીને મારી નાખવાની આપી ધમકી

યુવતીએ પોતાની પોલીસ  ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટના બાદ મેં તેના વિશે માહિતી મેળવી તો સામે આવ્યું કે મોહમ્મદ કાતિલ પહેલેથી પરણિત છે અને બે બાળકો છે. જ્યારે યુવતીએ કાતિલને તેની પત્ની અને બાળકો અંગે સવાલ કર્યો તો કથિત પત્રકાર તેના રૂતબાનો પ્રભાવ દેખાડીને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો. ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશન જઈને પોલીસને પોતાની આપવીતિ જણાવી અને મોહમ્મદ કાતિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

(5:41 pm IST)