Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોવિદ -19 સંજોગોમાં ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સ વતનની વહારે : ઓક્સિજન ,વેન્ટિલેટર્સ ,માસ્ક ,સહિતની વસ્તુઓ ભારત મોકલી

વોશિંગટન : કોવિદ -19ની બીજી લહેરના સંજોગોમાં ઇન્ડિયન અમેરિકન હોટેલિયર્સ વતનની વહારે આવ્યા છે.તેઓએ ઓક્સિજન ,વેન્ટિલેટર્સ ,માસ્ક ,સહિતની વસ્તુઓ ભારત મોકલી આપી છે.

એશિયન હોસ્પિટાલિટીના અહેવાલ મુજબ એટલાન્ટા હોટલિયર અને એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ શ્રી માઇક પટેલ ભારતમાં ઓક્સિજન , વેન્ટિલેટર, માસ્ક અને અન્ય તબીબી સામગ્રી મોકલવા માટે નોનપ્રોફિટ  જોય ઓફ શેરિંગ સાથે કામ કરી રહ્યા છે.

ઉપરાંત, પ્રિન્સ ઓર્ગેનાઈઝેશનના ફાઉન્ડર  કેલિફોર્નિયા સ્થિત હોટેલિયર શ્રી સુનીલ “સની” તોલાની તેમની સંસ્થા દ્વારા ડોનેશન મોકલી રહ્યા છે. તેમજ  કેલિફોર્નિયાના અન્ય એક હોટેલિયર શ્રી  ભરત  “બોબી” પટેલ યુ.એસ.ના લેઉવા પાટીદાર સમાજ સાથે ભારતની  હોટલોમાં ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ માટે કામ કરી રહ્યા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:14 pm IST)