Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

" કોવિદ દવાખાના " : ઇન્ડિયન અમેરિકન તેલંગણા ગ્રુપની વતન સેવા : રાજ્યના છેવાડાના તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોવિદ -19 સારવાર માટે દવાખાના શરૂ કરાવ્યા

તેલંગણા : ભારતના તેલંગાણામાં છેવાડાના તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પ્રજાજનો માટે અમેરિકન તેલંગણા સોસાયટી તથા તેલંગણા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એશોશિએશને રાજ્યના છેવાડાના તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોવિદ -19 સારવાર માટે દવાખાના શરૂ કરાવ્યા છે.

TITA તથા  ATS ના સંયુક્ત પ્રયાસથી મગનુર જીલ્લા પરિષદ હાઇસ્કૂલ ખાતે 28 મે ના રોજ પ્રથમ  ‘ કોવિડ દવાખાનું  ’ શરૂ કરવામાં આવ્યું છે.જેનું લોન્ચિંગ આઇટી એન્ડ ઇન્ડસ્ટ્રી સેક્રેટરી  જયેશ રંજને કર્યું હતું. જેની નારાયણપેટ જિલ્લા કલેક્ટર દશરી હરિચંદનાએ પ્રશંસા કરી હતી.આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ દવાખાનાનો પ્રારંભ કરાશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)