Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધાના એક વર્ષ પછી પણ પાકિસ્તાનના રોદણાં ચાલુ : 5 ઓગસ્ટના રોજ વર્તમાનપત્રોમાં પૂર્તિ છપાશે : ટી.વી. ચેનલો ઉપર બ્લેક લોગો મુકાશે : ઇમરાનખાન POK ની ધારાસભાને સંબોધન કરી બળાપો ઠાલવશે

ઇસ્લામાબાદ : ભારતના જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધાના એક વર્ષ પછી પણ પાકિસ્તાનના રોદણાં રોવાનું હજુ પણ ચાલુ છે.આ કલમ દૂર કરવા અંગે વિરોધ વ્યક્ત કરવા પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને 5 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો છે.જે દિવસે આ કલમનો વિરોધ કરતી દલીલો છાપવા માટે વર્તમાનપત્રોમાં પૂર્તિ  છપાશે તેમજ  ટી.વી. ચેનલો ઉપર બ્લેક લોગો મુકાશે.

ઉપરાંત પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર( POK ) ની ધારાસભાને ઇમરાનખાન સંબોધન કરશે જેનું લાઈવ પ્રસારણ કરશે.

મહત્વના પાસ તરીકે અંદરખાને આ દિવસે આતંકવાદીઓ ને ભારતમાં ઘુસાડવાની કોશિષ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)