Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

H-1B વિઝા ઉપર પ્રતિબંધ મુકવાનો ટ્રમ્પ સરકારનો નિયમ ગેરકાયદે : યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ સહીત અમેરિકાના વ્યાવસાયિક તથા ટેક્નિકલ સંગઠનોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો

કેલિફોર્નિયા : 2020 ની સાલ માટે H-1B વિઝા ઉપર પ્રતિબંધ મુકવાના તથા નોન ઈમિગ્રન્ટ્સને કામ કરવાના પ્રતિબંધ ઉપર ટ્રમ્પ સરકારના નિર્ણયને અમેરિકાના વ્યાવસાયિક તથા ટેક્નિકલ સંગઠનોએ કોર્ટમાં પડકાર્યો  છે.

નેશનલ એશોશિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ ,યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ ,નેશનલ રિટેઇલ ફેડરેશન ,ટેકનેટ તથા ઈન્ટરેક્સ સહિતના પાંચ દાવેદારોએ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા કોર્ટમાં 21 જુલાઈના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટી વિરુદ્ધ દાખલ કરેલ દવામાં જણાવ્યા મુજબ ટ્રમ્પ સરકારનો ઉપરોક્ત નિર્ણય ગેરકાયદે છે.
વધુમાં જણાવાયા મુજબ આ નિર્ણયથી અમેરિકાના આર્થિક તંત્ર તથા વ્યવસાયિકોને બહુ મોટી અસર થશે.જે હાલની તકે યોગ્ય ન હોવાથી સરકારે રાહત એવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે કોવિદ -19 મહામારીને કારણે બેરોજગારી વધવાથી સ્થાનિક અમેરિકન લોકોને નોકરી મળી રહે તે માટે પ્રેસિડન્ટ ટ્રમ્પએ ઉપરોક્ત નિયમ ઉપર 22 જૂનના રોજ સહી સિક્કા કર્યા હતા.

(1:13 pm IST)