Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કમલા હેરિસ માટે મને માન છે : તેઓ પ્રતિભાશાળી વ્યક્તિ છે : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે કોઈનું નામ દીધા વગર સુશ્રી કમલા હેરિસન વખાણ કર્યા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને અગાઉ કહ્યું હતું કે હું વાઇસ પ્રેસિડન્ટ તરીકે કોઈ મહિલાની પસંદગી કરીશ.પરંતુ હજુ સુધી આ મહિલાનું નામ તેઓએ જાહેર કર્યું નથી.પરિણામે પાંચ જેટલી મહિલાઓના નામ આ પદ માટે ચર્ચાઈ રહ્યા છે.
ગઈકાલે તેમને આ અંગે પૂછતાં કોઈ જવાબ આપ્યા વિના તેઓએ કેલિફોર્નિયા સેનેટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસના વખાણ કર્યા હતા. અને પોતાની પાસેની ચબરખીમાં તેમનું નામ લખેલું બતાવી તેમાં લખેલા ઉપરોક્ત શબ્દો પત્રકારોને બતાવ્યા હતા.જે ચબરખી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

(6:08 pm IST)