Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ટ્રમ્પ વહીવટી તંત્રે ' DACA ' પ્રોગ્રામની મુદત એક વર્ષ માટે લંબાવી : નવી અરજીઓ નહીં સ્વીકારવામાં આવે

વોશિંગટન : ટ્રમ્પ વહીવટી તંત્રે ' DACA ' પ્રોગ્રામની મુદત એક વર્ષ માટે લંબાવી છે.પરંતુ  નવી અરજીઓ નહીં સ્વીકારવાનો નિર્ણય કરાયો છે.
29 જુલાઈના રોજ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશના કારણે પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના સમયમાં અમલી બનાવાયેલો આ ' ડીફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ પ્રોગ્રામ  (  DACA ) રદ કરી શકાય તેમ ન હોવાથી હાલની તકે મુદત એક વર્ષ માટે લંબાવી દેવાનું નક્કી કરાયું છે.પરંતુ નવી અરજી સ્વીકારશે નહીં તેમ પણ જણાવ્યું છે.
ટ્રમ્પ વહીવટી તંત્રના આ નિર્ણયથી નારાજ અમેરિકન સિવિલ લિબર્ટીઝ  યુનિયને લડત ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર મેળવતા બાળપણથી અમેરિકામાં ઇમિગ્રન્ટ માતાપિતા સાથે આવેલા 6 લાખ 50 વિદેશીઓ છે.જેઓ માટે દેશનિકાલનો પ્રશ્ન હતો તેના વિરુદ્ધ અપાયેલી લડત અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ પ્રોગ્રામ રદ નહીં કરવાનો આદેશ આપ્યો હતો

(8:40 pm IST)