Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રઘુવંશીઓની ઓળખ હવે વિશ્વ ફલક ઉપર

દુબઇના પ્રિતેશ અનડકટે વિકસાવી વર્લ્ડવાઇડ રઘુવંશી એપ : વ્યવસાય, નોકરી, લગ્ન વિષયક, સમાચાર સહીતની તમામ માહીતી આંગળીના ટેરવે ઉપલબ્ધઃ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે

રાજકોટ તા. ૩૧ : રઘુવંશીઓની માહિતી વિશ્વ ફલક ઉપર ઉપલબ્ધ બની છે. દુબઇ સ્થિત મુળ રાજકોટના લોહાણા ઉદ્યોગપતિ એવા પ્રિતેશભાઇ અનડકટ દ્વારા એક સરસ વેબસાઇટ ખાસ લોહાણા જ્ઞાતિજનો માટે વિકસાવવામાં આવી છે.

દુનિયાભરમાં વસતા રઘુવંશીઓને એક તાંતણે બાંધવા તેમણે કરેલ આ પ્રયાસરૂપે 'World Wide Raghuvanshi' એપ ખુબ આવકાર પામી રહી છે. જેમાં વિશ્વ લેવલે વસતા તમામ રઘુવંશીઓની માહીતી છે. વ્યવસાય, નોકરી, શ્રધ્ધાંજલી, આર્ચીવમેન્ટ, ન્યુઝ અપડેટ, જન્મ દિવસ શુભેચ્છા તેમજ અન્ય સમાજને લગતી જાણકારી પીરસવા પ્રયાસ થયો છે.

વળી થોડી સુરક્ષા જળવાઇ રહે તે માટે એપ ડાઉનલોડ કરતા પહેલા કેટલીક માહિતી પણ માંગવામાં આવે છે. જેમ કે આઇડી પ્રુફ સહીતની માહીતી રજુ કર્યા પછી જ તમે એપ્રુવ થઇ શકો છે. ગુગલ પ્લે સ્ટોરમાં જઇને 'World Wide Raghuvanshi' માં જઇને જોઇન થઇ શકાય છે. ત્યાં આઇડી પ્રુફ અને વિગતવાર ફોર્મ સબમીટ કરવાનું રહે છે. વધુ માહીતી માટે પ્રિતેશભાઇ અનડકટ  વોટસએપ મો.+૯૭૧૫૦૫૦૧૮૧૯૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(10:09 am IST)