Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ જવા ઇચ્છુક ભારતના સ્ટુડન્ટ્સ માટે લાલ જાજમ : ફ્રાન્સ સરકાર વિદેશી સ્ટુડન્ટ્સને વિઝા માટે અગ્રતા અપાશે : ટૂંક સમયમાં સ્ટુડન્ટ્સ માટે નવી વિઝા પોલિસી જાહેર કરશે

પેરિસ : ફ્રાન્સ સરકારે વિદેશથી ઉચ્ચ અભ્યાસ માટે આવવા ઇચ્છુક સ્ટુડન્ટ્સ માટે લાલ જાજમ પાથરવાનું શરૂ કરી દીધું છે.જેનો લાભ ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ જવા ઇચ્છુક ભારતના સ્ટુડન્ટ્સને મળી શકશે.
ફ્રાન્સ સરકારે આ સ્ટુડન્ટ્સને તમામ પ્રકારની સગવડ મળી રહે તે માટે આયોજન કર્યું છે.તેમજ વિઝા આપવા માટે પણ અગ્રતા આપવાનું નક્કી કર્યું છે.જેને લગતી વિશેષ વિગત હવે પછી ટૂંક સમયમાં જાહેર થઇ જશે.
ફ્રાન્સના યુરોપ મિનિસ્ટર તથા ફોરેન અફેર્સ મિનિસ્ટરે ઉપરોક્ત જાહેરાત કરી છે.આથી ભારતના જે વિદ્યાર્થીઓએ ફ્રાન્સ યુનિવર્સીટીમાં એનરોલમેન્ટ કરાવ્યું છે તેઓ માટે હવે ત્યાં જવાનો માર્ગ મોકળો થયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 pm IST)