Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ : બરાક ઓબામા ,બિલ ગેટ્સ ,જો બિડન જેવી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી દીધા હતા : એક જ દિવસમાં એક લાખ ડોલર કમાઈ લીધા

ફ્લોરિડા : અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ થઇ છે.ફ્લોરિડાના વતની આ યુવાનની તથા તેને મદદગારી કરનારા બે શખ્શોની ધરપકડ કરવામાં આવી છે.
આ યુવાને બિટકોન સ્કીમ માટે  બરાક ઓબામા ,બિલ ગેટ્સ ,જો બિડન ,ઈલોન મસ્ક ,કાન્યે વેસ્ટ ,જેવી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી દીધા હતા.
એક જ દિવસમાં તેણે એક લાખ ડોલર કમાઈ લીધા હતા.
યુ.એસ.ની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સમગ્ર દેશમાં બિછાવેલી જાળમાં આ યુવાન અને તેના બંને સાથીદારો ઝડપાઇ ગયા હતા.
ફ્લોરિડાના ટેમ્પામાં રહેતા આ યુવાન ઉપર કોમ્યુનિકેશન ફ્રોડ ,હેકિંગ ,સહિતના જુદા જુદા આરોપો લગાવાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:26 pm IST)