Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

નેઈબરહૂડ ઓપોર્ચ્યુનિટી નેટવર્ક (NeON) : ન્યુયોર્કમાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે પોષણક્ષમ ખોરાક પૂરું પાડતુ કિચન : વિનામૂલ્યે ખાદ્યપદાર્થો પુરા પાડવાનું અભિયાન : પાંચેય બરોમાં કાર્યરત : મેયર ઓફિસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી

ન્યુયોર્ક : આજે, મેયરની ઑફિસ ઑફ ઇમિગ્રન્ટ અફેર્સ (MOIA) કમિશનર મેન્યુઅલ કાસ્ટ્રો અને NYC ડિપાર્ટમેન્ટ ઑફ પ્રોબેશન (DOP) કમિશનર અના બર્મુડેઝ નેબરહુડ ઓપોર્ચ્યુનિટી નેટવર્ક (NeON) ને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત પ્રેસ કોન્ફરન્સ માટે જોડાયા હતા.કે જે સમુદાયના સભ્યોને નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે  પેન્ટ્રી વસ્તુઓ તેમજ તાજી પેદાશો સહિત ખોરાક પૂરો પાડવામાં મદદ કરે છે. જે પાંચેય બરોમાં કાર્યરત છે

ન્યુટ્રિશન કિચન ફૂડ પેન્ટ્રી એનવાયસીના ઇમિગ્રન્ટ સમુદાયોને
ખોરાકની વધી રહેલી કિંમત વચ્ચે , કમિશનર કાસ્ટ્રો અને કમિશનર બર્મુડેઝે ઇમિગ્રન્ટ ન્યૂ યોર્કવાસીઓને આનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.

કોવિડ-19 દરમિયાન રસોડાની ક્ષમતા ત્રણ ગણી વધી છે અને હવે તે અઠવાડિયામાં 3 દિવસ ચાલે છે અને 2021માં 500,000 થી વધુ લોકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

રસોડામાં ઓળખના પુરાવા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ માટે પૂછવામાં આવતું નથી.

વધુ માહિતી નિયોન પોષણ રસોડાની મુલાકાત દ્વારા મેળવી શકાશે.જે માટે  www.nyc.gov/neon.દ્વારા સંપર્ક સાધી શકાશે.તેવું કોરોનલ, શાઈના દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)