Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

' શ્રાવણ માસ રુદ્રી પૂજા ' : યુ.કે.માં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) મહિલા મંડળના ઉપક્રમે આવતીકાલ 30 જુલાઈ 2022 શનિવારના રોજ યોજાનારો કાર્યક્રમ : બપોરે 12 -00 વાગ્યાથી 2 -30 કલાક દરમિયાન આયોજિત કાર્યક્રમમાં શ્રી મયંકભાઇ ભટ્ટ પૂજાવિધિ કરાવશે : પૂજા સામગ્રી સ્થળ ઉપરથી આપવામાં આવશે : પૂજા માટે ગણેશ તથા શિવલિંગ સહુએ સાથે લાવવાના રહેશે : પૂજાવિધિ બાદ લંચની વ્યવસ્થા

લંડન : યુ.કે.માં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) મહિલા મંડળના ઉપક્રમે 30 જુલાઈ 2022 શનિવારના રોજ ' શ્રાવણ માસ રુદ્રી પૂજા 'નું આયોજન કરવામાં આવ્યું છે. RCT હોલ ,હેડસ્ટોન લેન ,નોર્થ હેરો , HA2 6NG ખાતે બપોરે 12 -00 વાગ્યાથી 2 -30 કલાક દરમિયાન આયોજિત કાર્યક્રમમાં શ્રી મયંકભાઇ ભટ્ટ પૂજાવિધિ કરાવશે. પૂજા સામગ્રી સ્થળ ઉપરથી આપવામાં આવશે.પૂજાવિધિ બાદ લંચની વ્યવસ્થા કરવામાં આવી છે.કેટરિંગની વ્યવસ્થા થઇ શકે તે માટે યજમાન બનવા ઈચ્છુકોએ 24 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરાયો છે.

યજમાન દીઠ વ્યક્તિગત 17.50 પાઉન્ડ  ફી રાખવામાં આવી છે. લંચ તથા દર્શન માટે વ્યક્તિ દીઠ 12 પાઉન્ડ ફી રાખવામાં આવી છે. જે HSBC બેંકમાં LCNLના એકાઉન્ટ નંબર 22268825 માં જમા કરાવવાની રહેશે.જેનો શોર્ટ કોડ 40-23-13 છે. પેમેન્ટ રેફરન્સ માટે તમારું નામ લખવું .

વિશેષ માહિતી સુશ્રી ગીતાબેન નથવાણી 07846 001 214 ,સુશ્રી અર્ચનાબેન સોઢા 07795 958 537 ,સુશ્રી નયનાબેન રાયઠઠા 07944 344 442 સુશ્રી અનિલાબેન તન્ના 07443 564 631, સુશ્રી હરુબેન ચોટાઈ 07533 774 814 ,સુશ્રી   નૂતનબેન જોબનપુત્રા 07957 787 329 ,સુશ્રી પ્રમીલાબેન રાડિયા 07986 601 611,સુશ્રી જયશ્રીબેન ગઢીયા 07956 465 782 ,અથવા સુશ્રી કમળાબેન કોટક 07510 308 920 દ્વારા મેળવી શકાશે

 

(7:24 pm IST)