Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેએ રાજીનામુ આપ્યું : જાપાનમાં સૌથી લાંબા સમય સુધી પ્રાઈમ મિનિસ્ટર તરીકેનો વિક્રમ : નાદુરસ્ત તબિયતને કારણે દેશને સમસ્યાઓથી બચાવવાનો હેતુ

ટોક્યો : છેલ્લા એક સપ્તાહથી જાપાનના પ્રાઈમ મિનિસ્ટર રાજીનામુ આપી રહ્યા છે તેવી અટકળોનો આખરે અંત આવ્યો છે.આજરોજ પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેએ રાજીનામુ આપી દીધું છે.તેમના હોદ્દાની મુદત સપ્ટેમ્બર 2021 માં પુરી થતી હતી.
તાજેતરમાં જ એક હોસ્પિટલમાં બે વખત ગયા બાદ શિંજો આબેના સ્વાસ્થય અને કાર્યકાળ અંગે અટકળો તેજ થઇ ગઇ હતી. તેઓ પોતાની વર્ષો જૂની બીમારી અલ્સરેટિવ કોલાઇટિસથી ઝઝૂમી રહ્યા છે. શિંજો આબે રાજીનામું આપવા અને પોતાની બીમારી અંગે બતાવા માટે શુક્રવારના રોજ એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરી શકે છે.
આની પહેલાં 2007માં શિંજો આબે એ પ્રધાનમંત્રી તરીકે અચાનક રાજીનામું આપી દીધું હતું, મંત્રીમંડળમાં ગોટાળાઓથી કંટાળી એક વર્ષ બાદ તેમની સત્તારૂઢ પાર્ટીને મોટું ચૂંટણી નુકસાન થયુ હતું ત્યારબાદ તેમની તબિયત લથડી ગઇ હતી. આબે ત્યારથી તેમની બીમારીની સારવાર કરાવી રહ્યા છે.

(6:24 pm IST)