Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીઓમાં 2 ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો મેદાનમાં : આ ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે IMPACT નું સમર્થન : ફંડ ભેગું કરી આપવા ઉપરાંત પ્રચારમાં મદદરૂપ થશે : ઇન્ડિયન અમેરિકન નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનો હેતુ

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન નાગરિકો રાજકારણમાં પણ જોડાય અને કોમ્યુનિટીના પ્રશ્નોને વાચા આપે તે માટે કોમ્યુનિટી અગ્રણીઓ દ્વારા કાર્યરત  IMPACT  દ્વારા સમર્થન આપવામાં આવે છે.જે માટે ફંડ ભેગું કરી આપવા ઉપરાંત પ્રચાર માટે પણ મદદ કરવામાં આવે છે.તેવું  IMPACT  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નેઇલ માખીજાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે દેશમાંથી વંશીય ભેદભાવ દૂર કરવા અને ઇન્ડિયન અમેરિકન નાગરિકોના હિતોની રક્ષા માટે કોમ્યુનિટી અગ્રણીઓ દ્વારા IMPACT  ની રચના કરવામાં આવી છે.
આ વર્ષે યોજાનારી ચૂંટણીઓમાં IMPACT   દ્વારા જેઓને સમર્થન ઘોષિત કરવામાં આવ્યું છે તેમાં વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ ,કોંગ્રેસમેન ડો.એમી બેરા ,સારા ગીડોન ,સુશ્રી પ્રમીલા જયપાલ ,શ્રી રો ખન્ના ,શ્રી રાજા ક્રિષ્નામૂર્થી ,શ્રી કુલકર્ણી ,સુશ્રી હિરલ ટીપરનેની સહિતનાઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત સ્ટેટ કક્ષાએ પણ ઉમેદવારી નોંધાવનાર ,સહીત ઉમેદવારોને સમર્થન ઘોષિત કરવામાં આવ્યું છે.જેઓ માટે ફંડ રેઇઝિંગ ઉપરાંત પ્રચાર માટે મદદ કરવામાં આવશે.તેમજ અમેરિકામાં વસતા 13 લાખ જેટલા ભારતીયો મતદાન કરે તેવો આગ્રહ રાખવામાં આવશે.

(8:55 pm IST)