Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

FIA દ્વારા તેના પ્રબળ સમર્થક, પૂર્વ પ્રેસિડન્ટ, સીનીઅર માનદ સલાહકાર, પદ્મશ્રી ડો.એચ.આર.શાહ નો જન્મદિવસ ઉજવાયો : FIA ના સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે કીમીટી મેમ્બર્સના જન્મદિવસની વર્ચ્યુઅલ ઉજવણીની શુભ શરૂઆત શ્રી એચ.આર.શાહથી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : સમગ્ર અમેરિકામાં અનેક સંસ્થાઓની કેન્દ્રીય સંસ્થા તરીકે આગવી પ્રતિભા અને પ્રતિષ્ઠા ધરાવતી ન્યુયોર્ક , ન્યુજર્સી ,અને કનેક્ટિકની લોકપ્રિય ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) તેના પ્રસ્થાપનની સુવર્ણ જયંતિ ઉજવી રહેલ છે.1981 થી પ્રતિવર્ષ ઓગસ્ટ માસમાં અમેરિકાના ફાયનાન્શીયલ કેપિટલ ન્યુયોર્ક સિટીમાં ભારતના સ્વાતંત્ર્ય દિનની વિશ્વમાં ભારત દેશની બહાર ' ઇન્ડિયા ડે પરેડ ' દ્વારા તેની અનેરી નામના છે.

તાજેતરમાં આ વર્ષે 15 ઓગસ્ટએ  ન્યુયોર્કના વિશ્વ વિખ્યાત ટાઈમ્સ સ્કવેર ખાતે  fia  ના ચેરમેન શ્રી અંકુર વૈદ્યં અને પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલના નેતૃત્વમાં સહુ પ્રથમ વખત ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રૂપે રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો લહેરાવી યશકલગીમાં નવા પીંછાનો ઉમેરો કર્યો છે.

હવે આ નવી નેતાગીરીએ તેમના કાર્યક્ષેત્રની ક્ષિતિજો વિસ્તારવા સાથે તન ,મન ,ધનથી FIA  ને વધુ સુદ્રઢ બનાવતા કમિટીના સભ્યોની સેવા ,યોગદાન ,અને ઉપલબ્ધીઓના ઋણ સ્વીકાર રૂપે તેમના જન્મદિવસની ઉજવણી કરવાની શુભ શરૂઆત કરેલ છે.

જે અંતર્ગત TVAshia  ના ચેરમેન ,સીઈઓ ,અનેકવિધ સંસ્થાઓમાં ચેરમેન તરીકે સુદીર્ઘ પ્રદાન કરનારા , FIA  ના 35 વર્ષથી સમર્થક ,પૂર્વ પ્રમુખ , સીનીઅર સલાહકાર ,ટ્રસ્ટી ,માનનીય શ્રી એચ.આર.શાહના 77 મા જન્મદિને વર્તમાન મહામારીના નિયમો અન્વયે તેમને શુભ કામનાઓ પાઠવવા FIA દ્વારા આયોજન કરાયું હતું .ટૂંકી મુદતની  જાણ કરવા છતાં આ varchual birth day celebration માં FIA  બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ,તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો નિજ નિવાસ સ્થાનેથી જોડાયા હતા.

 FIA  ચેરમેન શ્રી અંકુર વૈદ્ય તથા પ્રમુખ શ્રી અનિલ બંસલે HR  ની ભારતીય સમાજની વિવિધ ક્ષેત્રે ગૌરવમય સેવાઓને બિરદાવતા FIA  ને છેલ્લા 30  વર્ષથી ગ્રાન્ડ સ્પોન્સર તરીકે તથા TVAsia   દ્વારા તેના પ્રચાર અને પ્રસારને બિરદાવ્યા હતા.અને તેમના તંદુરસ્ત દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી.  FIA  ના સીનીઅર સલાહકાર ટ્રસ્ટી પદ્મશ્રી ડો.સુધીર પરીખ , 4 દાયકાથી FIA  સાથે જોડાયેલા આગેવાન પૂર્વ પ્રમુખ શ્રી રામ ગઢવી ,પૂર્વ જનરલ સેક્રેટરી ,પ્રમુખ ,અને ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી , FIA  ના વર્તમાન વાઇસ ચેરમેન શ્રી બિપિન પટેલ ,શ્રી દિપક પટેલ ,શ્રી એન્ડી ભાટિયા ,શ્રી સૃજલ પરીખ ,સુશ્રી સ્મિતા ( મીકી ) પટેલ ,શ્રી પરવીન બંસલ આદિએ HR  ની ઉદાદત્તા ,તથા સર્વાંગી સહયોગના વખાણ કર્યા હતા.90 જેટલા krauzers ,stores   ખરીદી ભારતીયોને વેચીને તેમના પરિવારને આર્થિક સધ્ધરતા બક્ષી હતી.તેમણે નાના રિટેલ શોપ વેપારીઓના સંગઠન AARA    2005 માં સ્થાપી તેમની આર્ષદૃષ્ટિનો પરિચય કરાવ્યો હતો.સહુએ દીપ પ્રગટાવી દીર્ધાયુ માટે શુભેચ્છા પાઠવી હતી.  HR  એ પોતાની આ અનોખી ,મૌલિક જન્મદિનની ઉજવણી માટે FIA   નો આભાર માનતા તેઓ જીવન પર્યન્ત FIA  ને સાથ આપશે .વ્યક્તિ નાશ પામશે પણ FIA   જીવંત રહેશે .   તેવી સર્વતોમુખી પ્રગતિ માટે આશા વ્યક્ત કરી હતી.

(11:58 am IST)
  • વડાપ્રધાન મોદીએ આજે સવારે દિવંગત પ્રણવ મુખર્જીને હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરી નમન કર્યુ હતું તે સમયની તસ્વીર access_time 11:16 am IST

  • સીબીડીટી"ના ચેરમેનપદે મોદીને ૬ મહિનાનું એક્સટેન્શન : "સીબીડીટી"ના ચેરમેનપદે શ્રી પી સી મોદીને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. access_time 10:33 pm IST

  • મોટો વિસ્ફોટ : યુ.એસ.નું કહેવું છે કે ચીન સમગ્ર વિશ્વની આઝાદી છીનવી લેવા બાબતે કાર્યરત છે. access_time 9:53 am IST