Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

' પાકિસ્તાનમાં માઝા મૂકી રહેલી ધાર્મિક કટ્ટરતા ' : રાવલપિંડીમાં આવેલા એકસો વર્ષ જુના પ્રાચીન મંદિર ઉપર હુમલો : પુરાણા કિલ્લા વિસ્તારમાં આવેલા મંદિર ઉપર 15 જેટલા કટ્ટરવાદીઓનું ટોળું ધસી ગયું : મંદિરના મુખ્ય દરવાજા ,પગથિયા ,સહીત વિવિધ જગ્યાઓ ઉપર તોડફોડ કરી : પોલીસ ફરિયાદ થતાં રાબેતા મુજબ ' તપાસ ચાલુ '

કરાચી : પાકિસ્તાનના  રાવલપિંડીમાં 100 વર્ષ જૂના  હિન્દુ મંદિરનું નવીનીકરણ ચાલી રહ્યું છે, તેના પર અજાણ્યા લોકોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પુરાણા કિલ્લા વિસ્તારમાં આવેલા મંદિર ઉપર શનિવારે સાંજે 7-30 કલાકે 10 થી 15 જેટલા કટ્ટરવાદીઓનું ટોળું ધસી ગયું હતું . જેઓએ મંદિરના મુખ્ય દરવાજા , અન્ય દરવાજાઓ , તથા પગથિયા ,સહીત વિવિધ જગ્યાઓ ઉપર તોડફોડ કરી હતી.જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવાતા  તંત્ર દ્વારા ' રાબેતા મુજબ ' તપાસ ચાલુ કરવામાં આવી છે.

ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ, નોર્ધન ઝોનના સિક્યુરિટી ઓફિસર, સૈયદ રઝા અબ્બાસ ઝૈદીએ રાવલપિંડીના બન્ની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે . જેમાં જણાવ્યા મુજબ મંદિરના બાંધકામ અને નવીનીકરણનું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. તેથી ત્યાં  ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી નથી ન તો ત્યાં કોઈ મૂર્તિ કે અન્ય કોઈ પૂજાની વસ્તુઓ હતી.મંદિર ઉપર હુમલો થવાથી તેમણે મંદિરને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, માફિયાઓએ લાંબા સમયથી દુકાન અને કિઓસ્ક બનાવીને મંદિરની આજુબાજુના વિસ્તારનો કબ્જો કરી લીધો હતો. તેવું ધ.ટ્રી . દ્વારા જાણવા મળે છે.

(2:15 pm IST)