Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

વિશ્વમાં ફેલાયેલા ભારતીય યુવા સમૂહને સંગઠિત કરવા GOPIO ઇન્ટરનેશનલની પહેલ : 7 માર્ચના રોજ વેબિનારનું આયોજન કર્યું : ખાસ આમંત્રિત તરીકે પધારેલા મોરેશિયસ ખાતેના ભારતના પૂર્વ એમ્બેસેડર શ્રી અનુપ મુદગલે ઉદબોધન કર્યું : GOPIO ઇન્ટરનેશનલ ચેર ડો. થોમસ અબ્રાહમે માર્ગદર્શન આપ્યું

વોશિંગટન : વિશ્વમાં ફેલાયેલા ભારતીય યુવા સમૂહને સંગઠિત કરવા  GOPIO ઇન્ટરનેશનલના ઉપક્રમે 7 માર્ચના રોજ વેબિનારનું આયોજન કરાયું હતું.

વેબિનારમાં GOPIO  ઇન્ટરનેશનલ ચેર ડો. થોમસ અબ્રાહમે યુવાનોની આગેવાની હેઠળ વિશ્વભરમાં તેમની સફળતાની કથાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો.  યુવા લોકોની સામૂહિક કાર્યવાહી પહેલેથી જ નવું પરિવર્તન લાવી રહી હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું  હતું કે આજની ઘટના, ભારતીય મૂળના યુવાનોને યુવા નેતા બનવાની ઉત્સાહ માટે પ્રોત્સાહિત કરવા અને વિશ્વના દરેક GOPIO ચેપટર દ્વારા યુવાનોને  વિશ્વભરના નેટવર્કમાટે મદદ કરવા તેમજ સંશોધનોમાં પ્રોત્સાહિત કરવા જેવી એક ઘટના છે .

આ તકે ખાસ આમંત્રિત તરીકે પધારેલા મોરેશિયસ ખાતેના ભારતના પૂર્વ એમ્બેસેડર તથા આંતર રાષ્ટ્રીય સહયોગ પરિષદના ચેર  શ્રી અનુપ મુદગલે  ઉદબોધન કર્યું હતું.

શ્રી મુદગલે  જણાવ્યું હતું કે, યોજના એ છે કે ભારત સરકાર 15 દેશોના પ્રતિનિધિઓ સાથે વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરશે, જે દરમિયાન પ્રતિનિધિઓ ભારત સરકાર પાસેથી રાખવામાં આવતી અપેક્ષા અને  સંબંધો, અંગે ચર્ચાઓ કરશે.

ઉલ્લેખનીય છે કે વેબિનારમાં ભૂતપૂર્વ રાજદૂત અનુપ મુદગલ, GOPIO ઇન્ટરનેશનલના  ચેરમેન ઇન્ડિયન અમેરિકન  ડો. થોમસ અબ્રાહમશ્રી  અક્ષત ગુપ્તા શ્રી અંજો થેરાટિલ, શ્રી અભિ પરીખ ,શ્રી  અનન્યા કોટિઆન ,શ્રી વેદાંત ગન્નુ, શ્રી નિત્યા શેનોય અને શ્રી એલિસિયા કૌર સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)