Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સિંગાપોરમાં ભારતીય મૂળના ટ્રક ચાલકને દેશનિકાલ કરાશે : એક બાઇક ચાલકને અડફેટમાં લઇ ગંભીર ઇજા પહોચાડયાનો આરોપ : બે વર્ષ માટે લાયસન્સ રદ : પાંચ દિવસની જેલ સજા પુરી થયા પછી વતનમાં પાછો મોકલી દેવાશે

સિંગાપોર : સિંગાપોરમાં ભારતીય મૂળના ટ્રક ચાલક 35 વર્ષીય રાસુ એડિશન રાજાને  દેશનિકાલ કરાશે.તેણે ટ્રક ચલાવતી વખતે એક સાઇકલ સવારને બચાવવા જતા એક બાઈક સવારને અડફેટમાં લઇ લીધો હતો.જેને ગંભીર ઇજા પહોંચી હતી.

2019 ની સાલમાં બનેલી ઉપરોક્ત ઘટનાને ધ્યાને લઇ નામદાર કોર્ટએ બે વર્ષ માટે તેનું લાયસન્સ રદ કરી દીધું હતું.તથા પાંચ દિવસ પછી પુરી થનારી તેની જેલસજા બાદ તેને વતન ભારતમાં પાછો મોકલી દેવાશે .  તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે. 

(7:01 pm IST)