Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કેનેડામાં રિપુ દમન સિંહ મલિકની હત્યા મામલે 2 શકમંદોની ધરપકડ : 15 જુલાઈના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

ટોરોન્ટોઃ રિપુદમન સિંહ મલિકની હત્યાના મામલે કેનેડા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મલિકને 1985માં એર ઈન્ડિયા કનિષ્ક વિમાન આતંકવાદી બોમ્બ વિસ્ફોટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 331 લોકોના મોત થયા હતા. શીખ સમુદાયના મલિકની 15 જુલાઈના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મલિક અને સહ-આરોપી અજૈબ સિંહ બાગરીને 2005માં કનિષ્ક વિમાન બોમ્બ વિસ્ફોટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ બુધવારે સરેમાં એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બ્રિટિશ કોલંબિયાના એબટ્સફોર્ડના ટેનર ફોક્સ, 21 અને ન્યૂ વેસ્ટમિન્સ્ટરના વેનકુવર ઉપનગરમાંથી 23 વર્ષીય જોસ લોપેઝની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. અખબાર 'ટોરન્ટો સ્ટાર'ના સમાચાર અનુસાર, પોલીસે આ કેસમાં વધુ માહિતી આપી નથી અને માત્ર એટલું જ કહ્યું છે કે મલિકની હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારી મનદીપ મુખરે કહ્યું, “તપાસ અને પોલીસની કુશળતાને કારણે અમે આ હત્યાના સંબંધમાં બંને શકમંદોને ઓળખવામાં અને તેમની ધરપકડ કરવામાં સફળ રહ્યા છીએ.તેવું પી.કે.દ્વારા

(2:58 pm IST)