Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પોતાની માલિકીના જ સ્ટોરમાં આગ લગાડી વીમો પકાવવાનું કારસ્તાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં સ્ટોર ધરાવતા ઇન્ડિયન અમેરિકન નિલેશ પટેલ તથા ભાવિનકુમાર જોશી ઉપર દાવો દાખલ

જ્યોર્જિયા : યુ.એસ.ના જ્યોર્જિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન 41 વર્ષીય નિલેશ પટેલ તથા 34 વર્ષીય ભાવિનકુમાર જોશી ઉપર પોતાની માલિકીના જ સ્ટોરમાં આગ લગાડી વીમો પકાવવાના આરોપસર દાવો દાખલ કરાયો છે.જે મુજબ જાણી જોઈને આગ લગાવવાનો તથા ખોટી રીતે વીમો પકાવવાનો પ્રયાસ કરવા બદલ ઈન્સ્યુરન્સ ફ્રોડનો આરોપ લગાવાયો  છે.

20 ઓગસ્ટ 2016 ના રોજ ઉપરોક્ત ઘટના બની હતી જે ફાયર ઇન્વેસ્ટીગેશનના રિપોર્ટમાં જાણવા મળ્યા મુજબ આગ જાણી જોઈને લગાવાઇ હતી.જેનો હેતુ વીમો પકાવવાનો હતો.

ઉલ્લેખનીય છે કે જો  ઈન્સ્યુરન્સ ફ્રોડ  પુરવાર થાય તો બે વર્ષથી દસ વર્ષ સુધીની જેલસજા થઇ શકે છે.અથવા 10 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.અથવા બંને થઇ શકે છે.

(5:33 pm IST)