Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારત તથા અમેરિકાને વધુ 4 વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જરૂર છે : ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મૈત્રીને ધ્યાને લઇ ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન સમૂહનું મંતવ્ય

વોશિંગટન : છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાએ કરેલી પ્રગતિ અને ભારત સાથે બનાવેલા ગાઢ સંબંધો તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મૈત્રીને ધ્યાને લેતા ભારત અને અમેરિકાને વધુ 4 વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જરૂર છે તેવો મત યુ.એસ.સ્થિત રિપબ્લિકન  ભારતીયોએ વ્યક્ત કર્યો છે.
સાઉથ એશિયન રિપબ્લિકન સમૂહના ફાઉન્ડર તથા  ડિરેક્ટર શ્રી હેમંત ભટ્ટે જણાવ્યું હતું કે કોવિદ -19 પહેલા અમેરિકાએ ખુબ આર્થિક વિકાસ કર્યો હતો.ડોનાલ્ડ ટ્રમ્પએ સ્મોલ બિઝનેસ તથા વ્યક્તિગત પરિવારોને પૂર્ણ મદદ કરી છે. તેમણે અમેરિકાના હિતમાં કામ કર્યું છે.તેમણે ટેક્સમાં ઘટાડો કર્યો છે તેથી તથા  અમેરિકન ફર્સ્ટ એજન્ડાને કારણે મિડલ ક્લાસનો આર્થિક વિકાસ થયો છે.તેમના સમયમાં કોવિદ -19 પહેલા બેરોજગારી દરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

(6:31 pm IST)
  • કોરોના મહામારી વચ્ચે રાજય સરકારનો મોટો નિર્ણય : પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં કરશે ઘટાડો : ૧ વર્ષ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦% કપાત કરાશે : વેતનમાં કપાત કરવા સરકાર વિધાનસભામાં લાવશે વિધેયક : કરાર આધારીત પુનઃ નિમણુક કરાયેલ નિવૃત અધિકારીઓને મળતા પગારમાં પણ ૩૦% કાપ મૂકાશે : કપાતથી બચેલી રકમ કોરોના મહામારી માટે વપરાશે access_time 6:26 pm IST

  • ઈડીને જેકપોટ લાગ્યો : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટના ઓફીસરોએ ૯૦ હજાર કરોડ રૂપિયાનું આંતર રાષ્ટ્રીય હવાલા નેટવર્ક ઝડપી લીધુ છે : ૬૦૦થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હતો : આરોપીઓએ તાજેતરના સમયમાં ૧૧,૫૦૦ કરોડ રૂપિયા આ નેટવર્ક મારફત ટ્રાન્સફર કર્યાનું ખુલ્યુ છે : સમગ્ર નેટવર્ક યુએઈ (દુબઈ), ઈટાલી, હોંગકોંગ, યુએસએ, યુકે અને ૬ બીજા દેશોમાં ફેલાયેલુ હોવાનું ઈડીએ શોધી કાઢ્યુ છે : આરોપીઓને દિલ્હીની રોહિણી કોર્ટમાં આજે મોડેથી રજૂ કરવામાં આવશે : વિશેષ વિગતો મેળવાઈ રહી છે access_time 2:54 pm IST

  • અમદાવાદઃ તા.પથી બગીચામાં પ્રવેશ મળશે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે સરકારી ગાઇડલાઇન બાદ એએમસીની તૈયારી access_time 10:13 pm IST