Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

યાત્રાધામ વૃંદાવનમાં યુક્રેનથી આવેલી યુવતી ઉપર બળાત્કાર : પાકિસ્તાનથી આવેલા આનંદ નામક યુવકની ધરપકડ

વૃંદાવન : ભારતના પવિત્ર યાત્રાધામ વૃંદાવનમાં યુક્રેનથી આવેલી તથા છેલ્લા 5 વર્ષથી વિઝા લઇ વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિ કરતા ઇસ્કોનનાં અનુયાયી દંપતી સાથે રહેતી  સગીર યુવતી ઉપર બળાત્કાર કરવાના આરોપસર પાકિસ્તાનથી આવેલા આનંદ નામક યુવકની ધરપકડ કરવામાં આવી છે.તે પણ છેલ્લા 16 વર્ષથી વિઝા લઇ વૃંદાવનમાં રહે છે.
યુવતીના માતા પિતા વચ્ચે અણબનાવ હોવાથી અલગ રહે છે.યુવતી તેના પિતા સાથે રહેતી હતી. તેના ઉપર આનંદ નામક યુવકે તેની માતાના ઘરમાં સતત 3 દિવસ સુધી બળાત્કાર કર્યો હતો.જે વાત તેણે તેના પિતાને જણાવતા ફરિયાદ નોંધવામાં આવી છે.આનંદ હાલ કસ્ટડીમાં હોવાથી તેના વિષે વિશેષ તપાસ થઇ રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:59 pm IST)
  • કસૌટી જિંદગી કી-૨ નવેમ્બર મહિનામાં બંધ થઈ જશે : સતત ઘટી રહેલી લોકપ્રિયતા અને ટીઆરપીના કારણે મેકર્સ દ્વારા સીરિયલ બંધ કરવાનો નિર્ણય access_time 2:55 pm IST

  • સુરતમાં કોરોના સાથે નવી બીમારીનો જન્મ: શહેરમાં MIS-C નામની બીમારીના કેસ વધ્યા : છેલ્લા એક મહિનામાં 30 જેટલા કેસ નોંધાયા: નાના બાળકો ઝડપથી થાય છે સંક્રમિત access_time 12:26 pm IST

  • ગુજરાત સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે મહેસાણાના પોલીસ સ્ટેશનમાંથી ચાલી રહેલ દારૂની હેરાફેરી બાબતે તપાસ કરી કેનાલમાં બાટવામાં આવેલ વધુ ૧૩૪ દારૂની બોટલ કબ્જે કરી છે : આ પહેલા મે મહિનામાં કેનાલમાંથી ૧૩૨ દારૂની બોટલ કબ્જે કરવામાં આવી હતી access_time 5:06 pm IST