Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

નેપાળના હુમલા ડિસ્ટ્રિક્ટમાં ચીનના દબાણ સામે સ્થાનિક સ્ટુડન્ટ્સના દેખાવો : કાઠમંડુ મુકામે ચાઈનીઝ દૂતાવાસ સામે સૂત્રોચ્ચાર કર્યા

કાઠમંડુ : નેપાળના હુમલા ડિસ્ટ્રિક્ટમાં ચીને દબાણ શરૂ કરી દીધું છે.જેનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કાઠમંડુમાં આવેલા ચાઈનીઝ દૂતાવાસ સામે દેખાવો કર્યા હતા તથા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ અગાઉ પણ આ મામલે દેખાવો કરાયા હતા તથા હજુ પણ આ વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો હોઈ દેખાવો થતા રહેશે.
ઉલ્લેખનીય છે કે નેપાળના આ હુમલા ડિસ્ટ્રિક્ટના રહેણાંક વિસ્તારમાં ચીન દ્વારા બંધાઈ રહેલા બિલ્ડીંગો સામે સ્થાનિક રહેવાસીઓએ પણ વિરોધ વ્યક્ત કરેલો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)