Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

યુવતીઓ માટે શાદીની ન્યુનતમ ઉંમર નક્કી કરવી તે બાબત ઇસ્લામની વિરુદ્ધની નથી : પાકિસ્તાનની ઇસ્લામી અદાલતનો ચુકાદો : યુવક તથા યુવતીની શારીરિક ,માનસિક ,તથા આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખી ન્યુનતમ ઉંમર નક્કી કરવી જરૂરી હોવાનું મંતવ્ય


ઇસ્લામાબાદ : યુવતીઓ માટે શાદીની ન્યુનતમ ઉંમર નક્કી કરવી તે બાબત ઇસ્લામની વિરુદ્ધની નથી તેવો ચુકાદો પાકિસ્તાનની ઇસ્લામી અદાલતે આપ્યો છે.

યુવતીઓ માટે શાદીની ન્યુનતમ ઉંમર નક્કી કરવાની બાબતને કોર્ટમાં પડકારાઈ હતી.જે અરજી કોર્ટે ફગાવી દીધી છે.

મુખ્ય ન્યાયધીશ મોહંમદ નૂરની અધ્યક્ષતા સાથેની ત્રણ જજની બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.દસ પાનાના આ ચુકાદામાં જણાવાયું છે કે આ બાબતને પડકારતી પિટિશન રદ કરવી .તેમજ શાદી માટે યુવતી તથા યુવકની ન્યુનતમ ઉંમર નક્કી થવી જોઈએ તે બાબતને બહાલી આપવી .જેનો હેતુ એ છે કે શાદી પૂર્વે યુવક યુવતીની શારીરિક ક્ષમતા ,માનસિક ક્ષમતા ,તથા આર્થિક ક્ષમતા ધ્યાને લેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે અન્ય મુસ્લિમ રાષ્ટ્રો જેવા કે જોર્ડન ,મલેશિયા ,મીસ્ત્ર ,તથા ટ્યુશનિયા જેવા અનેક દેશોમાં પણ યુવક યુવતીની શાદી માટે ન્યુનતમ ઉંમર નક્કી કરવામાં આવી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:09 pm IST)