Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

યુ.એસ.ના મિશિગનમાં મેડિકેર ક્ષેત્રે $448,000 ની છેતરપિંડી:ગ્રાન્ડ જ્યુરીએ ઇન્ડિયન અમેરિકન ચિકિત્સકને કસુરવાન ગણ્યાં:હાલમાં બોન્ડ પર મુક્ત છે અને 1 માર્ચે કોર્ટમાં ફરી હાજર થશે

ન્યુયોર્ક :મેડિકેર $448,000 ની છેતરપિંડી કરવા બદલ ગ્રાન્ડ જ્યુરીએ ઇન્ડિયન અમેરિકન ચિકિત્સકને દોષિત ઠેરવ્યા છે.
ચિકિત્સક પર આરોપ છે કે તેમણે  ટેલીહેલ્થ કેર માટે ખોટા મેડિકેર દાવાઓમાં $1 મિલિયન સબમિટ કર્યા. જે અંતર્ગત આ દાવાઓ માટે કથિત રીતે $448,000 મળ્યા હતા.

તેઓ કથિત રીતે ફરિયાદમાં નામ ન ધરાવતા વ્યક્તિ અથવા લાઇસન્સ પ્રાપ્ત તબીબી સહાયક હતા, જે તેમના વતી મેડિકેર લાભાર્થીઓ સાથે ટેલિહેલ્થ મુલાકાતો કરી રહ્યા હતા.

જુલાઈ 2020 થી જૂન 2022 સુધી, 76 ટકા મેડિકેર દાવાઓ ટેલિહેલ્થ મુલાકાતો માટેના હતા અને પબ્લિકેશન દ્વારા મેળવેલી ફરિયાદ અનુસાર અગાઉના બે વર્ષના સમયગાળાની ચૂકવણી કરતા નવ ગણા હતા.

હાલમાં તેઓ બોન્ડ પર મુક્ત છે અને 1 માર્ચે કોર્ટમાં ફરી હાજર થશે, તેવું અહેવાલમાં જણાવાયું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે

(6:03 pm IST)