Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

' સિસ્ટર સીટી ' : ભારતના ચેન્નાઈને અમેરિકાના સાન એન્ટોનિઓ શહેરએ 10 હજાર ડોલર મોકલ્યા : કોવિદ-19 મહામારી વચ્ચે સિસ્ટર સિટીને મદદરૂપ થવાનો હેતુ

ચેન્નાઇ : ભારતના ચેન્નાઇ અને અમેરિકાના ટેક્સાસમાં આવેલા સાન  એન્ટોનિઓ શહેર વચ્ચે સિસ્ટર સીટી કરાર થયેલા છે. આ કરારને અનુલક્ષીને કોવિદ-19 મહામારી વચ્ચે સિસ્ટર સિટીને મદદરૂપ થવા સાન  એન્ટોનિઓ શહેરએ ચેન્નાઈની રોટરી ક્લબ  ઓફ મદ્રાસ ઇસ્ટને 10 હજાર ડોલર મોકલ્યા છે.

આ 10 હજાર ડોલર પૈકી રોટરી ક્લબ ઓફ સાન એન્ટોનિઓએ 5000 ડોલર તથા અનુજા એસ.એ. નામક ઇન્ડિયન અમેરિકન નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશને 5000 ડોલર આપ્યા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)