Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતીય વંશના અમેરિકન શાલિના કુમારીની ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગનના જજ તરીકે નિમણૂક

શાલીના મિશિગનમાં દક્ષિણ એશિયન મૂળના પ્રથમ ન્યાયાધીશ બનશે

ન્યુયોર્ક,તા. ૧: અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેને ભારતવંશના અમેરિકી શાલિના ડી કુમારીને ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગન સંદ્યના ન્યાયાધીશ પદ પર નિયુકત કર્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસે આપી હતી.ગઇ કાલે જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગનના લીધે યુએસ ડિસ્ટ્રીકટ કોર્ટના મુખ્ય જજ શાલિનાએ ૨૦૦૭થી ઓકલેન્ડ કાઉન્ટ સિકસ્થ કોર્ટમાં સેવા આપી હતી. જાન્યુઆરી ૨૦૧૮માં મિશિગન સુપ્રીમ કોર્ટે તેમને સર્કિટ કોર્ટના મુખ્ય જજ તરીકે નિયુકત કર્યા હતા.

વ્હાઇટ હાઉસે કહ્યું કે શાલિનાને મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતી વખતે નાગરિક અને ગુનાહિત બંને કેસોનો અનુભવ હતો. આ સિવાય શાલીનાએ અન્ય દ્યણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. શાલીના મિશિગનમાં દક્ષિણ એશિયન મૂળના પ્રથમ ન્યાયાધીશ બનશે. શાલીનાએ ૧૯૯૩ માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ૧૯૯૬ માં ડેટ્રોઇટ-મર્સી સ્કૂલ ઓફ લો માંથી અભ્યાસ કર્યો છે.

મિશિગનના ભૂતપૂર્વ ગવર્નર જેનિફર ગ્રેનહોલે શાલિનાને ૨૦ ઓગસ્ટ, ૨૦૦૭ ના રોજ ઓકલેન્ડ કાઉન્ટીની છઠ્ઠી સર્કિટ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી, જેથી ન્યાયાધીશ જીન શ્લેન્ઝની નિવૃત્ત્િ।ના કારણે ખાલી પડેલી જગ્યા ભરવા માટે. આ પછી, શાલીના ૨૦૦૮ માં કોર્ટમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ ૨૦૧૪ માં તે ફરીથી ન્યાયાધીશ પદ માટે ચૂંટાઈ આવ્યા હતા.

(11:08 am IST)